તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિધિ સમર્પણ:દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 5 લાખ 51 હજાર તથા વડલા ગામના સરપંચ સહિતનાએ 4 લાખનો ચેક અપાયો

ભરૂચ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રામ જન્મભૂમિ નિધિ સમર્પણના આગેવાન ધનજીભાઈ પરમારને વિવિધ હિંદુ સંગઠનો એ ફાળો આપ્યો

અયોધ્યા રામ મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે ભરૂચમાંથી પણ રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનમાં સતત જિલ્લાના દાનવીરો યથાશક્તિ દાન કરી રહ્યા છે. દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 5 લાખ 51 હજાર તથા વડલા ગામના સરપંચ સહિતનાએ 4 લાખનો ચેક રામ જન્મભૂમિ નિધિ સમર્પણમાં આપ્યો હતો.

ભરૂચ જિલ્લામાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણના આગેવાન ધનજીભાઈ પરમારને થાશક્તિ પોતાનો ફાળો સુપ્રત કરી રહ્યા છે. ત્યારે ભરૂચની દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હનિયા સાહેબ, બળવંતભાઈ આહીર દ્વારા આઈએસએસના જિલ્લાના પ્રચારક મેહુલભાઈ વાળંદ તથા વીએચપીના કોષાધ્યક્ષ અજય વ્યાસની હાજરીમાં દ્વારા આજરોજ 5 લાખ 51 હજારનો ચેક ધનજીભાઈ પરમાર ને રામ જન્મભૂમિ નિધિ સમર્પણ માટે કરાયો હતો. તેમજ વડલા ગામના સરપંચ દીપકસિંહ ચાવડા તેમજ ઉપસરમાછ ઠાકોરભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા 4 લાખનો ચેક ધનજીભાઈ પરમારને રામ જન્મભૂમિ નિધિ સમર્પણમાં આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો