ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે ગૌવંશની હત્યા કરી તેનું માંસ વેચતા ૩ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. જયારે ૩ ઇસમો ફરાર થઇ ગયા હતા. બાતનીના આધારે પોલીસે રેડ કરી સ્થળ ઉપરથી 80 કિલો ગૌમાંસ નો જથ્થો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નબીપુર પોલીસ મથકના સુત્રોને મળેલી બાતમીના આધારે નવીનગરી વિસ્તારમાં રેડ કરી હતી. રેજ દરમિયાન ગાયના બે વાછરડા કતલ કરેલી હાલતમાં મળી આવ્યા હતા. સ્થળ ઉપર રહેલા યુવાનોને આ અંગે પૂછતાં આ વાછરડા ગામના જ મીન્હાજ કુકી નામના ઇસમે લાવી ટુકડા કરવા આપ્યા હોવાનું કબુલ્યું હતું. પોલીસે સ્થળ ઉપરથી 80 કિલો ગૌમાંસનો જથ્થો કબજે કરી એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી હતી. પોલીસે ત્રણ ઇસમો રફીક દલાલ, અજય વસવા, તથા પ્રફુલ્લ વાસવાની અટકાયત કરી છે. જયારે મુખ્ય સુત્રધાર મીન્હાજ કુકી, કરણ વસવા તથા અમિત વસાવા નાસી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.