કૌભાંડ:હાંસોટના આમોદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સંચાલક-6 ગ્રાહકો સામે ગુનો નોંધ્યો

હાંસોટ તાલુકાના આમોદ ગામના પાટિયા પાસે આવલાં બજરંગ કરિયાણા સ્ટોર નામની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદે ગેસ ટ્રાન્સફર કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.જેના પગલે ટીમે બજરંગ કરિયાણા સ્ટોર પર દરોડો પાડતાં દુકાન સંચાલક ગુમાન હરનાથ દેવાસી ગેસના મોટા બોટલમાંથી નાના ગેસના બોટલમાં ગેસ ભરતો ઝડપાયો હતો.

ઉપરાંત ત્યાં નાના-મોટા ગેસના બોટલ ભરાવવા માટે આવેલાં 6 ગ્રાહકો સિકંદર નાનુ યાદવ, ભગતસિંહ રાજેશસિંહ, અભય સુખુ યાદવ, રાણાપ્રતાપ બેચન ચૌહાણ, અજય ભોલા તવારી, ગુડ્ડુ દશરથ ભુઇયાની પણ પોલીસે અટકાયત કરી હતી. ટીમે સ્થળ પરથી નાની-મોટી 13 ગેસની બોટલ, 1 ડિઝટલ વજનકાંટોો, વાલ્વ સાથેની રિફિલીંગ પાઇપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...