તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હલ્લાબોલ:ગણેશ સુગર ફેક્ટરીના સભાસદોએ શેરડીના જાહેર કરાયેલ ભાવ બાબતે સુગર કચેરી ખાતે કર્યો હલ્લાબોલ

ભરૂચ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓ દ્વારા શેરડીના ભાવો જાહેર

દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓ દ્વારા શેરડીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. વાલિયા તાલુકાના વટારીયા ગામે આવેલ ગણેશ સુગર ફેકટરીના સભાસદો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતા સૌથી ઓછો ભાવ ગણેશ સુગરના સંચાલકો દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. જેની સામે સભાસદોનું એક મોટું જૂથ સુગર ફેક્ટરી પર હલ્લાબોલ કર્યો હતો.

ભાવ ઓછા રાખવાના કારણો પૂછતા સભાસદોએ જણાવ્યું હતું કે, ગણેશ સુગરમાં સભાસદો સાથે અન્યાય થઇ રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતાં 200થી 500 રૂપિયા ઓછો ભાવ ગણેશ સુગર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે.

આ મામલે ખેડૂત સભાસદો જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે પહેલા દક્ષિણ ગુજરાતમાં ગણેશ સુગર ભાવ જાહેર કરી હતી. ત્યારબાદ તેના પછી અન્ય સુગર ફેકટરીઓ ભાવ જાહેર કરતી હતી. હવે એવું તો શું થયું કે, અન્ય સુગર ફેક્ટરી ભાવ જાહેર કર્યા બાદ ગણેશ સુગર તેનો ભાવ જાહેર કરે છે અને તે પણ અન્ય સુગરો કરતાં 250ની 500 રૂપિયા ભાવ ઓછા જાહેર કરે છે.

પહેલા દક્ષિણ ગુજરાતમાં ગણેશ સુગરના ભાવ 1થી 3 નંબરમાં રહેતા હતા. જ્યારે હાલમાં એવી પરિસ્થિતિ છે કે, દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતા સૌથી ઓછો ભાવ ગણેશ સુગરનો હોય છે તેવો આક્ષેપ કર્યો હતો. વર્ષ 2019-20 અને 21માં ઉત્પાદન થયેલી ખાંડ, મોલાસીસ અને બગાસ સુગર દ્વારા શું ભાવે વેચવામાં આવ્યા તેની સામે શું ખર્ચો થયો તે પણ જણાવવું પડશે તેમ તેમણે જણાવ્યું હતું. સુગરના સંચાલકો દ્વારા ખોટા ખર્ચા કરી ખેડૂતોના પૈસા ખાઇ પોતે માલેતુજાર બન્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ગણેશ સુગર દેવાના ડુંગર નીચે દબાઈ કોઈપણ ભોગે બચાવવી પડશે. જો ગણેશ સુગરના સંચાલકો દ્વારા ખેડૂત સભાસદોના સવાલોના યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો તેમને તેમના ઘરના પગથિયાં બતાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો