તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ-નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં સહકારી મંડળીઓમાં ચુંટણીનું આયોજન જોરશોરથી થઇ રહ્યું છે. વાલિયાની વટારિયા સ્થિત ગણેશ સુગર સિવાયની આસપાસની વધુ સભાસદો વાળી સહકારી મંડળીઓમાં ચુંટણી યોજાયા બાદ વહીવટ કર્તાઓએ ચુંટણીના આયોજન અંગે રજૂઆતોનો દોર શરૂ કરી દીધો હતો. અંતે હાઇકોર્ટની દખલ બાદ 21 દિવસો બાદ 6 ડિસેમ્બરના રોજ ગણેશ સુગરની ચુંટણીનું આયોજન કરાયુ છે. મતગણતરી 7 ડિસેમ્બરે થયા બાદ તરત જ પરિણામ જાહેર કરાશે. 1 જુલાઇના રોજ ચૂંટણી સ્થગિત કરાઇ હતી જે પાંચ મહિના બાદ ફરી ચુંટણીની જાહેરાત કરાઇ છે. ગણેશ સુગરના 6 હજાર સભાસદો ચુંટણીમાં મતદાન કરી શકશે.
3 નવેમ્બરના હાઇકોર્ટના આદેશમાં વહીવટી તંત્રએ બે અઠવાડિયામાં ચુંટણી અંગે જાહેરાત કરવા માટે નિર્દેશ કર્યા હતા. જે બે અઠવાડિયાની મુદતમાં 6 ડિસેમ્બરના રોજ આયોજન કરાશેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી. 19થી 22 નવેમ્બર દરમિયાન ઉમેદવારી નોંધાવી શકાશે. 25 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન મતદારોને રિઝવવા માટે ઉમેદવારો કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ પ્રચાર કરશે. 6 ડિસેમ્બરના રોજ ચૂંટણી અધિકારીએ નક્કી કરેલ સ્થળ પર સવારે 8થી સાંજ 5 વાગ્યા સુધીમાં મતદાન પ્રક્રિયા કાર્યરત રહેશે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.