તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણી:ગણેશ સુગરના ચેરમેનનું રાજીનામું વાઇસ ચેરમેનને હંગામી ચાર્જ સોંપાયો

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાંબા સમયથી ચાલતા વિવાદમાં ચેરમેનના એકાએક રાજીનામાથી નવો વળાંક

સતત વિવાદોમાં ઘેરાયેલી રહેલી વાલિયાની વટારિયા સુગર ફેક્ટરીમાં વધુ એક વળાંક આવ્યો છે. સુગર ફેક્ટરીના ચેરમેને સંદિપ માંગરોલાએ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. જેના પગલે વાઇસ ચેરમેનને હાલમાં હંગામી ધોરણે ચેરમેનનો ચાર્જ સોંપાયો છે.વાલિયાની વટારિયા ગણેશ સુગર ફેક્ટરીમાં છેલ્લાં કેટલાંય સમયથી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીને લઇને વિવાદ ચાલી રહ્યાં છે. ગણેશ સુગરમાં ગેરવહીવટ થઇ રહ્યો હોવાના સતત આક્ષેપો થઇ રહ્યાં હતાં. દરમિયાનમાં આજે સુગરના ચેરમેન સંદિપ માંગરોલાએ તેમના પદેથી રાજીનામુ આપી દેતાં અનેક તર્કવિતર્ક સર્જાઇ રહ્યાં છે. તેમણે રાજીનામામાં જણાવ્યું હતું કે, ગણેશ સુગર બિન નિર્દિષ્ટ પ્રાથમિક સહકારી મંડળી છે. જેથી તેની વ્યવસ્થાપક કમિટીની ચુંટણી મંડળીએ પોતે કરવાની હોય છે. ઉપરાંત કેટલાંક શખ્સો દ્વારા ઉભા કરાયેલાં વિવાદનો અંત લાવવા માટે અને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે થઇ શકે તે માટે તેમણે રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું છે.

નિષ્પક્ષ ચુંટણી થાય તે માટે નિર્ણય લીધો
દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલી ચુટણીની જાહેરાત ગણેશ સુગરની થઇ હતી. જોકે, યેનકેન પ્રકારે ખોટા વિવાદ અને કાવાદાવા કરી ચૂંટણી લંબાવવાનો સતત પ્રયાસ કરાઇ રહ્યો હતો. જેના કારણે રાજીનામુ આપ્યું છે. જેથી કે, નિષ્પક્ષ ચુંટણી થઇ શકે. - સંદિપ માંગરોલા, ચેરમેન, ગણેશ સુગર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો