તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારધામ:વાલિયા પોલીસે વટારીયા નજીકથી જુગાર રમતા ત્રણ શકુનીઓ ઝડપી પાડ્યાં, રોકડ સહિત કુલ રૂ.85 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલિયા તાલુકાના વટારીયા સુગર ફેક્ટરીની કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી જુગારીઓ ઝડપાયા

ભરુચ જિલ્લામાં શકુનીઓ બેફામ બન્યાં છે અને ઠેર ઠેર પત્તાની બાજી માંડીને બેસી જાય છે, તો પોલીસ તંત્ર પણ તેમને ઝડપી લેવા એક્શન મોડમાં છે. આજે ભરુચના વાલિયા પોલીસે બાતમીના આધારે જુગારધામ ઝડપી પાડ્યું છે. કુલ 85 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વાલિયા તાલુકાના વટારીયા સુગર ફેક્ટરીની કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ઝાડ નીચે મોટાપાયે જુગારધામ ચાલે છે જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના મહિલા પી.આઈ.એસ.કે ગામીતે સ્ટાફ સાથે દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા 10 હજાર અને ત્રણ બાઈક તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 85 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વટારીયા સુગર ફેક્ટરીની કોલોનીમાં રહેતા જુગારી બીકુભાઇ પ્રસાદ, ક્રિષ્ના પાટીલ અને ગોરખ આહિરેને ઝડપી પાડ્યા હતા જ્યારે પોલીસને ફરાર થઈ ગયેલા જુગારીયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...