તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ભરૂચ જિલ્લા સહિતની 18 કોલેજોમાં સોમવારથી FYના છાત્રોઓ આવશે

ભરૂચ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફાઇનલ યરના વિદ્યાર્થીઓ બાદ હવે પ્રથમ વર્ષના પણ જોડાશે

રાજ્યભરમાં 11 જાન્યૂઆરીથી ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરાઇ હતી. ઉપરાંત કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ કોલેજો શરૂ થઇ ગઇ હતી. તબક્કાવાર 1 ફેબ્રુઆરીથી ધો.9-11ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કર્યાના નિર્ણય બાદ હવે સોમવારથી કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ ક્લાસરૂમ સ્ટડી શરૂ કરવાની જાહેરાત શિક્ષણ વિભાગે કરી છે. ભરૂચની મોટાભાગની કોલેજો સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સલંગ્ન છે. અહીં હાલ પરીક્ષા ચાલી રહી છે.

કોમર્સ, સાયન્સ અને આર્ટની કોલેજોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાની પૂર્ણાહુતી થવાના આરે છે. સોમવારથી ભરૂચમાં નેકની ટીમ આવી રહી છે. ત્યારે હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજોમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ઉપરાંત ક્લાસરૂમ એજ્યુકેશન સિવાય અન્ય વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સ્ટડી પણ ચાલુ જ રહેશે. રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટીવ કેસ નોંધાવાની ગતિ ધીમી થઇ ગઇ છે. તેથી હવે મોટાભાગની ગતિવિધીઓ શરૂ કરી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો