તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યારે અટકશે મોતનો સિલસિલો?:ભરૂચમાં કોરોનાના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થતા સ્મશાન ગૃહમાં રાત્રિના 3 વાગ્યા સુધી કરવા પડે છે અંતિમસંસ્કાર

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાસ કોવિડ સ્મશાનમાં 12 સ્વયંસેવકોનો સ્ટાફ પણ ઓછો પડે છે

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા હાલ કોવિડની સારવાર દરમિયાન સરેરાશ 30 દર્દીઓના મોત થઈ રહ્યા છે. જેના કારણે ભરૂચમાં કોવિડના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ખાસ બનાવાયેલા સ્મશાનમાં હાલ સવારે 6 વાગ્યાથી રાત્રિના 3 વાગ્યા સુધી મૃતદેહોની અંતિમવિધિ કરવાની ફરજ પડી રહી છે.

ભરૂચવાસીઓ માટે કોરોનાની નવી લહેર પ્રાણઘાતક સાબિત થઇ રહી છે. રોજના સરેરાશ 30 જેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામી રહયાં છે. સમગ્ર રાજયમાં માત્ર ભરૂચ ખાતે સ્પેશિયલ કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું છે જયાં રોજના લગભગ 30 કરતાં વધારે લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયાં છે. કોરોનાના કારણે અનેક પરિવારોનો માળો પીંખાય ગયો છે. ગત વર્ષથી શરૂ થયેલો કોરોના હવે વધુ ઘાતક બની ચુકયો છે. ભરૂચમાં પણ ટપોટપ લોકો મોતને ભેટી રહયાં છે.

ભરૂચના સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે હવે 12 સ્વયંસેવકોનો સ્ટાફ ઓછો પડી રહયો છે. સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાથી શરૂ થતી અંતિમ સંસ્કારની કામગીરી રાતના 3 વાગ્યા સુધી ચાલે છે. દરરોજના સરેરાશ 30 મૃતદેહોને અગ્નિદાહ આપવાનું હવે મુશ્કેલ લાગી રહયું છે. કોરોનાથી બચવા માટે હવે લોકો પોતાના ઘરોમાં જ રહે તે જ જરૂરી છે. કોરોના વાયરસની ચેઇન તોડવા માટે લોકોએ સ્વયંભુ લોકડાઉનનું પાલન કરવું જોઇએ. સાથે સાથે વહીવટીતંત્રએ પણ લોકડાઉન અને સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે સ્ટાફ વધારવાની દિશામાં વિચારણા કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...