તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જીલ્લાની પરિસ્થિતિ દિન પ્રતિદિન વિકટ બની રહી છે. જીલ્લામાં જે પ્રકારે મૃત્યુ આંક વધી રહ્યો છે તેના આધારે કહી રહ્યા છે. જીલ્લામાં કોરોનાના કારણે મૃત્યુદર વધ્યો છે. છેલ્લા આઠ દિવસમાં કોવિડ સ્મશાનમાં 80 વ્યક્તિઓના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે.
ભરૂચ જીલ્લો કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યો છે. કારણ કે છેલ્લા આઠ દિવસમાં જે પ્રકારે મૃત્યુઆંક સામે આવ્યો છે. તે ખરેખર ભયાવહ સ્થિતિનું બયાન કરી રહ્યો છે.
ભરૂચના કોવિડ સ્મશાનમાં એક એપ્રિલથી આજદિન સુધીમાં કુલ 80 વ્યક્તિઓના મૃતદેહને અગ્નિદાહ આવ્યા છે.
ભરૂચ જીલ્લાની વાત કરીએ તો ભરૂચ જીલ્લામાં નવેમ્બર માસમાં મૃત્યુ આંક 32 પર પહોચ્યો હતો. ત્યાર બાદ પાંચ મહિના સુધી સરકારી ચોપડે આ આંકડો સ્થિર રહ્યો હતો. અને છેક 27 માર્ચે આ આંકડો 33 પર પહોચ્યો હતો. જો કે નવાઈની વાત એ છે કે કોવિડ સ્મશાનમાં હાલ સુધીમાં 600 થી વધુ લોકોની અંતિમ વિધિ કરવામાં આવી છે. તો શું અહી લવાયેલ 600 વ્યક્તિઓને કોરોના હતો જ નહિ? જો કે આ આરોગ્ય વિભાગની માયાજાળ છે. આંકડાઓની માયાજાળમાં જે લોકો કોરોનાના કારણે મૃત્યુ પામે છે તે લાભોથી વંચિત રહી જાય છે.
અગાઉ સરકારે નક્કી કર્યું હતું કે જેઓ કોરોનાના કારણે મૃત્યુ પામશે તેઓને સહાય આપવામાં આવશે. પરંતુ ત્યાર બાદ મૃતકોની સંખ્યા અચાનક વધવા લાગી અને તંત્રે સહાય ઉપર બ્રેક લગાવી. કોરોનાની સારવાર લઇ રહેલ જે લોકો અન્ય બીમારી એટલે કે પ્રેશર, સુગર કે અન્ય કોઈ બીમારી ધરાવતા હોય તો તેઓને કો મોર્બીડ ગણવામાં આવતા અને તેઓના મૃત્યુને કોરોનાના કારણે નહિ પરંતુ જે તે બીમારીના કારણે થયું હોવાનું ખપાવી દેવામાં આવતું. હવે દેખીતું છે કે પ્રેશર અને સુગર જેવી બીમારીઓ જે તે દર્દી વર્ષોથી ધરાવતો હતો. અને ત્યારે તેનું મૃત્યુ ન થયું પરંતુ જેવો કોરોનાની સારવાર લેવા ગયો ત્યાં જ આ બીમારીઓ ઘાતક બની ગઈ? સરકાર અને વહીવટી તંત્ર રીતસરનું લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યું છે અને આપણે ભોળી પ્રજા માની પણ લે છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.