તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની સેકન્ડ વેવ વધારે ખતરનાક:કોવિડ સ્મશાનમાં 545 મૃતદેહના અંતિમ સંસ્કાર : તંત્રના ચોપડે માત્ર 33 મૃત્યુઆંક

ભરૂચ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
શુક્રવારે રાત્રે એક સાથે 5 મૃતેદહોની અંતિમવિધિ કરાઇ હતી. - Divya Bhaskar
શુક્રવારે રાત્રે એક સાથે 5 મૃતેદહોની અંતિમવિધિ કરાઇ હતી.
 • ભરૂચમાં કોરોનાનો કહેર વધતા 300થી વધુ બેડ ગોઠવીને દર્દીઓની સારવાર શરૂ, જિલ્લાની ચાર હોસ્પિટલોને ફરીથી કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઇ

ભરૂચ જિલ્લામાં ફરી કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે મૃત્યુઆંકમાં પણ સતત વધરો નોંધાઈ રહ્યો છે. જેને લઈને તંત્ર ફરી એક્શનમાં આવ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લાની ચાર હોસ્પિટલોને ફરીથી કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે. ગોલ્ડન બ્રિજ નીચે બનાવવામાં આવેલા ખાસ કોવિડ સ્મશાનગૃહમાં અત્યારસુધી 545 કરતાં વધુ મૃતદેહનું કોરોના પ્રોટોકોલ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. છતાં સરકારી ચોપડે જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે મોતનો આંકડો હજી પણ 33 પર જ સ્થાયી છે.

કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધતાં તંત્ર એક્શનમાં આવ્યુંઃ આંકડામાં હજી અનેક વિસંગતતા
ભરૂચ જિલ્લાભરમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેના કારણે જિલ્લાની અંકલેશ્વરની ઈએસઆઈસી, જંબુસરની અલ મોહમદ હોસ્પિટલ, ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ તથા ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ તમામ હોસ્પિટલમાં 300થી વધુ બેડ ઉપલબ્ધ કરાવીને દર્દીઓની સારવાર માટે તૈનાત કરી દેવામાં આવ્યાં છે. ચૂંટણી બાદ રાજ્ય સહિત ભરૂચમાં સંક્રમણના કારણે દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. ભરૂચમાં ખાનગી હોસ્પિટલો અને સરકારી દવાખાનામાં પણ કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

કોરોનાની સારવાર માટેના ‘રેમડેસિવિર’ ઇન્જેક્શન ભરૂચમાં આઉટઓફ સ્ટોક

​​​​ભરૂચ જિલ્લામાં કોરોનાનો આંક સતત ઉપર જઈ રહ્યો છે. શનિવારે નવા 31 કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 4154 પર પહોંચી ગયો છે. જોકે, જિલ્લામાં ખાનગી લેબમાં કરવામાં આવતા તથા સરકારી પીએચસી સેન્ટરમાં કરવામાં આવતા રિપોર્ટ અંગેની માહિતી સરકારી રિપોર્ટમાં ક્યાંય જોવા મળતી નથી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડામાં સતત વિસંગતતા જોવા મળી રહી છે. જ્યારે ભરૂચ અને અંકલેશ્વર કોરોનાના હોટસ્પોટ બની ચૂક્યા છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં કોરોનાની સેકન્ડ વેવમાં દર્દીઓ-સગા વ્હાલાની હાલત ખરાબ કરી દીધી છે. દર્દીઓની સંખ્યામાં થતા વધારાની સામે કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શની ડિમાન્ડમાં અચાનક વધારો થયો છે. જેથી ભરૂચ જિલ્લાની મોટાભાગની ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સમાંથી આ ઈન્જેક્શન પણ હવે આઉટઓફ સ્ટોક થઇ ગયા છે. જોકે હજીય દરેક દર્દીઓને ઇન્જેક્શન પુરતા પ્રમાણમાં પહોચાડવા માટે એકાદ-બે દિવસ લાગે તેવી શક્યતા હોવાનું જાણિતા મેડિકલ સંચાલકોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો