દહે દાન:પિતાની અંતિમ ઇચ્છાથી સંતાનોએ દહેનું દાન કર્યું

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંક્લેશ્વરથી ભરૂચ આવતી વેળાં અકસ્માતે મોત થયું હતું

ભરૂચ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરના મેડિકલ ઓફિસર ઇન્દિરાબેન કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો અને બલર પરિવારે દેહદાન કરવાની ઈચ્છા વ્યકત કરેલની જાણ કરી હતી. ત્યારબાદ હિતેશ બાબુભાઈ બલરનો ફોન આવ્યો જેમાં તેમના પિતા બાબુભાઈનું મૃત્યુ થયું હોય, દેહદાન કરવાની ઈચ્છા વ્યકત કરેલ હોવાથી બલર પરિવારે સંકલ્પ ફાઉંડેશનનો સંપર્ક કર્યો હતો.

સંકલ્પ ફાઉન્ડેશનના સભ્યો સર્વ ગૌતમ મહેતા, ગિરીશભાઈ પટેલ, સંદીપભાઈ ખત્રી અને સંસ્થાના પ્રમુખ સંજયભાઈ તલાટીએ જરૂરી કાર્યવાહી સમજાવી પરિવારના નિર્ણયની સરાહના કરેલ તથા સંકલ્પ ફાઉંડેશન વતી બાબુભાઈ બલરના પાર્થિવ દેહનો સ્વીકાર આભાર સાથે કર્યો હતો. આપણી આ પહેલ કે જે અન્ય ને માટે પ્રેરણા નો સ્રોત બની રહેશે તેને અમો અંતરથી બીરડાવીએ છે.

સૌ પ્રથમ ભરૂચ મેડીકલ કોલેજ નો સંપર્ક કર્યો હતો પરંતુ મેડીકલ કોલેજને જરૂર ન હોય વડોદરા અને દાહોદ ઝાયદસ મેડીકલ કોલેજ નો સંપર્ક કર્યો હતો. ઝાયદસ મેડીકલ કોલેજને બોડીની જરૂરિયાત હોય દેહદાન નો સ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...