તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માટી કૌભાંડ:વાલિયા ગામની સીમમાં આવેલા દહી તળાવમાંથી ભૂમાફીઓએ મોટાપાયે માટી ઉલેચી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાખો રૂપિયાની માટીની ચોરી કરી હોવાનું કૌભાંડ આચર્યું

વાલિયા ગામની સીમમાં આવેલા દહી તળાવમાંથી ભૂમાફીઓએ મોટાપાયે માટી ઉલેચી બાંધકામની સાઇટ સહિત ખાનગી સ્થળોએ ઠાલવી છે. જેમાં લાખો રૂપિયાની માટીની ચોરી કરી હોવાનું કૌભાંડ આચર્યું હોવાની બૂમો ઉઠવા પામી છે.

જળ સંચય માટે વિવિધ તળાવોમાં ખોદકામ શરૂ

વાલિયા તાલુકામાં સુજલામ સુફલામ યોજના હેઠળ જળ સંચય માટે વિવિધ તળાવોમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. વાલિયા તાલુકાનાં વટારિયા તળાવની માટી ભૂમાફિયાઓએ ખાનગી ખેડૂતોની જમીનો અને બાંધકામની સાઇટો પર ઠાલવી હોવાની બૂમો ઉઠી હતી. જે બાદ વાલિયા ગામની સીમમાં આવેલા દહી તળાવને જળ સંચય માટે ખોદવામાં આવ્યું હતું.

ભૂમાફિયઓએ માટી સગેવગે કરી લાખો રૂપિયાની માટી ચોરી

જે તળાવની કાળી માટી કેટલાક ભૂમાફિયાઓએ વાલિયા ગામમાં આવેલી વિવિધ બાંધકામની સાઇટો અને ખાનગી સ્થળોએ ઠાલવી હોવાની બૂમો ઉઠવા પામી છે. અને ભૂમાફિયઓએ માટી સગેવગે કરી લાખો રૂપિયાની માટી ચોરી કરી હોવાનું કૌભાંડ આચર્યું હોવાની બૂમો ઉઠી છે. ત્યારે જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ અને ભૂસ્તર વિભાગ તપાસ કરી નિયમોને નેવે મૂકી માટી ચોરી કરતાં તત્વો સામે પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...