દારૂ ઝડપાયો:નેત્રંગ ચોકડીથી રૂ. 4.83 લાખનો વિદેશીદારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણી પહેલાં બે દિવસમાં દારૂનો વિપુલ જથ્થો જપ્ત

વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે દારૂની રેલમછેલ થવાની શક્યતાઓને લઇને ભરૂચ જિલ્લા એસપી ડો. લીના પાટીલ દ્વારા જિલ્લામાં દારૂબંધીની ચુસ્ત અમલવારી માટેની સુચના આપવામાં આવી છે. એલસીબી પીઆઇ ઉસ્તવ બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એમ. વાળા તેમજ તેમની ટીમના હેકો અજય, સંજયદાન,હિતેશ સહિતના કર્મીઓ સાથે નેત્રંગ ચોકડી પાસે વોચ ગોઠવી એક ટેમ્પો અને પાયલોટીંગ કરનાર બાઇક ઝડપી હતી.

ટેમ્પોમાં બનાવેલાં ચોરખાનામાં કુલ 4.83 લાખની મત્તાનો વિદેશીદારૂ સંતાડેલો મળી આવ્યો હતો. ટીમે દારૂની હેરાફેરી કરનાર સોયેબ ઇલ્યાસ પટેલ (રહે. શેરપુરા, ભીખી સ્ટ્રીટ, ભરૂચ) , પ્રથમેશ અશોક ચૌહાણ ( દહીસર, મુંબઇ) તેમજ જેસિંગ ધનુ વસાવા ( ઉમરપાડા, સુરત) નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડી કુલ 10.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...