ઈ-સિગારેટ ઝડપાઈ:ભરૂચમાંથી SOGએ 81 હજારના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

ભરૂચ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ એસ.ઓ.જી.એ શીતલ સર્કલ વિસ્તારમાં આવેલ સી.આર.ચેમ્બર શોપિંગ સેન્ટરમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા બે ઈસમોને ઈ-સિગારેટનો જથ્થો મળી કુલ 81 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઈ-સિગારેટના કેસો શોધી કાઢવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ એસ.ઓ.જી.નો સ્ટાફ ઇ-સિગારેટને લગતી ગેરકાયદેસર રીતે ઉત્પાદન,બનાવટ,વેચાણ અને સ્ટોરેજ જેવી પ્રવૃત્તિ અટકાવવા પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ એસ.ઓ.જી.એ શીતલ સર્કલ વિસ્તારમાં આવેલ સી.આર.ચેમ્બર શોપિંગ સેન્ટરમાં સનરાઈઝ નામની દુકાનમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી હુક્કા અને હુક્કાને લગતી સામગ્રી તેમજ ફ્લેવર સહીત સીગારેટનો જથ્થો મળી કુલ 81 હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે નંદેલાવ રોડ ઉપર જૂની આરટીઓ ઓફીસ જવાહર નગરમાં રહેતો નરેશ જગજીવન મહેતા સહીત બે ઈસમોને ઝડપી પાડી બંને ઇસમોને સી ડીવીઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...