તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:ભરૂચ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રવણ ચોકડી સ્થિત શ્રવણ વિદ્યાભવન ખાતે આ કેમ્પ રાખવામાં આવ્યો

ભરૂચ શહેરની શ્રવણ વિધાભવન ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કેમ્પનો મોટી સંખ્યામાં શહેરની આરોગ્ય પ્રેમી જનતાએ લાભ લીધો હતો. હાલમાં ચાલી રહેલા કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી આજરોજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિ:સંતાનપણાના માર્ગદર્શન સહિતની વિવિધ આરોગ્યલક્ષી તપાસ કરાઇ

7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી સવારે 9થી 2 કલાક દરમ્યાન ભરૂચના શ્રવણ ચોકડી સ્થિત શ્રવણ વિદ્યાભવન ખાતે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. સર્વરોગ નિદાન કેમ્પમાં જનરલ સર્જન તથા ફિઝિશિયન તેમજ સ્ત્રીરોગ ચિકિત્સક દ્વારા લાભાર્થીઓના આરોગ્યની તપાસ કરી માર્ગદર્શન તેમજ જરૂરી દવાઓ આપવામાં આવી હતી. તો સાથે જ બ્લડ પ્રેશર તપાસ, રેંડમ બ્લડ સુગર તપાસ, ઓક્સિજન સેચ્યુરેશન, ECG તેમજ બહેનો માટે બ્રેસ્ટ એનાલિસિસ, સ્ત્રી રોગની તપાસ, PAP SMEAR ટેસ્ટ, નિ:સંતાનપણાના માર્ગદર્શન સહિતની વિવિધ આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી.

તુલસીનો છોડ આપી તમામ લાભાર્થીઓનું સન્માન કર્યું

આ પ્રસંગે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ 2021ના પ્રમુખ જગદીશ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન વ્રજ શાહ તથા વીપી કૉમ્યુનિટી ઉર્વી શાહ સહિત 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે સમગ્ર કેમ્પને સફળ બનાવવા બદલ JCIના સભ્યોએ ભેટ સ્વરૂપે તુલસીનો છોડ આપી તમામ લાભાર્થીઓનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...