સેવાયજ્ઞ:ભરૂચમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે આંખના રોગોની તપાસ માટ નિઃશુલ્ક કેમ્પ યોજાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંકરા આઈ હોસ્પિટલ તેમજ રોટરી ક્લબના સહયોગથી કેમ્પનું આયોજન કરાયું
  • મોટી સંખ્યામાં લોકોએ સેવાયજ્ઞનનો લાભ લીધો

શંકરા આઈ હોસ્પિટલ, મોગર તથા રોટરી ક્લબ દહેજના સહયોગથી આજે સોમવારે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે નિઃશુલ્ક આંખની તપાસ તથા મોતિયા અને છારીની તપાસ

વગેરે જેવાં આંખના રોગો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દાંતનું ચેક-અપ તથા સારવાર માટે પણ કેમ્પનું આયોજન આરતી ઈન્ડસ્ટ્રીઝ દહેજ અને અસ્મિતાના સહયોગથી કરવામાં આવ્યું હતું.

નશા મુક્ત ભારત અંતર્ગત '" નશા મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

આ સદર કેમ્પમાં આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં લોકોએ આવી આ સેવાયજ્ઞનો લાભ લીધો હતો. તેમજ 33 જેટલાં લાભાર્થીઓને મોતિયાના ઓપરેશન માટે મોગર ખાતે લઇ જવાયા હતા અને સારવાર બાદ ઘરે મોકલવાની વ્યવસ્થા શંકરા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. દાંત માટે પણ 30 જેટલાં દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ નશા મુક્ત ભારત અંતર્ગત '" નશા મુક્તિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ. વાય. મંડોરીએ નશાની આડ અસરો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ દહેજના પ્રમુખ સંદીપ પારેખ તથા સેક્રેટરી પ્રણવ ભટ્ટ તથા અસ્મિતા વિકાસ કેન્દ્રના સેક્રેટરી સમીર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...