તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અંક્લેશ્વરના યુવાન સહિત 19 સાથે છેતરપિંડી, કોન્ટ્રાક્ટમાં મુકવાના બહાને યુવકની ઇકો કાર લીધાં બાદ ગિરવે મુકી દીધી, એ ડિવિઝનમાં ફરિયાદ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંક્લેશ્વરના એક યુવાનનો ભરૂચના એક શખસ સાથે સંપર્ક થયો હતો. દરમિયાનમાં શખ્સે યુવાનની કાર દહેજની રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં મુકવાના બહાને તેની કાર લીધાં બાદ બારોબાર ગરિવે મુકી દીધી હતી. જે અંગે યુવાનને જાણ થતાં તપાસ કરતાં શખ્સ ફરાર હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત તેની સાથે અન્ય 18 વ્યક્તિઓ સાથે પણ શખસે ઠગાઇ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં યુવાને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અંક્લેશ્વરના 500 ક્વાટર્સ ખાતે રહેતાં જયપ્રતાપ તોમાર અંક્લેશ્વર યુનિટમાં જીઆરડી તરીકે નોકરી કરે છે. તેમની પાસે તેમની માલિકીની ઇકો કાર હોઇ તેને કંપનીમાં કોન્ટ્રાક્ટમાં મુકવાની હતી. તેના મિત્ર રાજા થકી ભરૂચની નવી વસાહત ખાતે રહેતાં વિરેન્દ્રસિંહ રાહૂલજી નામના શખ્સ સાથે તેમની મુલાકાત થઇ હતી. વિરેન્દ્રસિંહે દહેજની રિલાયન્સ કંપનીમાં તેની ઇકો કોન્ટ્રાક્ટમાં મુકાવી આપવાનું જણાવી તેના બદલામાં દર મહિને 20 હજાર ચુકવાનું જણાવ્યું હતું.

જે બાદ ત્રણેક મહિના બાદ તેને ભાડાના રૂપિયા નહીં મળતાં જયપ્રતાપે તપાસ કરતાં તેની કાર કાવીના શખસને ત્યાં 1.30 લાખમાં ગિરવે મુકી દીધી હોવાનું જણાયું હતું. જેથી નવીવસાહતના તેના ઘરે જઇ પુછપરછ કરતાં વિરેન્દ્રસિંહના પરિવારજનોના તેની સાથે કોઇ સંબંધ ન હોઇ તે ક્યાં રહે છે તે અંગે તેમને કોઇ જાણ ન હતી. ઉપરાંત અન્ય 18 લોકો સાથે પણ તેણે આ જ પ્રકારની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...