સળિયાની ખરીદીમાં છેતરપીંડી:જંબુસરમાં સિમેન્ટની દુકાનના વેપારી સાથે રૂપિયા 5.80 લાખની ઠગાઇ, શખ્સે ખરીદી કરી પૈસા નહિ ચૂકવતાં ફરિયાદ

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંબુસર પોલીસ મથકે રૂપિયા 5.80 લાખના મુદ્દામાલની અંગે ફરિયાદ નોંધાવી
  • વેપારીએ કોન્ટ્રાક્ટરને રૂપિયા માટે ફોન કરતાં તેણે ગલ્લા તલ્લાં કર્યા

જંબુસરની દિલખુશ હોટલ પાસે આવેલી નોબલ સિમેન્ટની દુકાનના વેપારી પાસેથી રૂપિયા 5.80 લાખના લોખંડના સળિયાની ખરીદી કરી છેતરપિંડી કરનારા ઈસમ વિરૂદ્ધ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

જંબુસરના રિઝવાન પાર્કમાં રહેતા ઇલ્યાસ હસન કારભારી જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલી દિલખુશ હોટલ સ્થિત નોબલ સિમેન્ટની દુકાન ચલાવે છે. જેમની દુકાન ખાતે ગત તારીખ 30મી મેના રોજ કિશોર કોન્ટ્રાક્ટર નામનો ઈસમ આવ્યો હતો. જેણે 8 ટન સળિયાની જરૂર હોવાથી ઓર્ડર આપ્યો હતો અને એડવાન્સ પેટે આંગડીયા મારફતે રૂપિયા 11 હજાર આપ્યા હતા. જેના બાદ વેપારીએ અમદાવાદથી સળિયા મંગાવી કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતાં તેને ઉચ્છદ ગામ નજીક દાંડી માર્ગ ઉપર આવેલી સોસાયટીમાં નખાવી દેવાનું કહેતા વેપારીએ 8.7 ટન લોખંડના સળિયા ત્યાં મોકલી આપ્યા હતા.

આ સળિયાના રૂપિયા અંગે વેપારીએ કોન્ટ્રાક્ટરને ફોન કરતા તેણે ગલ્લા તલ્લાં કરતા દુકાનદારે મજૂરોને જ્યાં સળિયા મોકલ્યા હતા તે સ્થળે માલ લેવા મોકલ્યા હતા. જ્યાં સળિયા મળી નહીં આવતા વેપારીને પોતે છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે જંબુસર પોલીસ મથકે રૂપિયા 5.80 લાખના મુદ્દામાલની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...