છેતરપિંડી:ગેસ કનેક્શન અપાવવાના બહાને 40 હજારની ઠગાઇ, વાતોમાં ભોળવી ફોર્મ લેવા સાથે લઇ ગયાં બાદ રફૂચક્કર

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ શહેરના બે વ્યક્તિઓ સાથે છેતરપિંડી

ભરૂચના ઘનશ્યામ નગર ખાતે રહેતાં પરેશભાઇ લાડનું વિસ્તારમાં જ નવું મકાન બની રહ્યું હતું. દરમિયાનમાં તેમના નવા મકાનની સાઇટ પર પહોંચી તેમના અંગેની વિગતો મેળવ્યાં બાદ એક શખસ તેમના ઘરેે પહોંચ્યો હતો. જ્યાં તેમના પિતાને તેણે ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી નવા મકાનમાં કેેટલાં ગેસના પોઇન્ટ લેવાના તે અંગે પુછપરછ કર્યાં બાદ ગેસના પોઇન્ટ માટે ફોર્મ ભરવું પડશે તેમ જણાવ્યું હતું.

ઉપરાંત 3 પોઇન્ટના 30 હજાર તેમજ 10 હજાર રૂપિયા ડિપોઝિટના તેમ મળી તેમની પાસેથી 40 હજાર રૂપિયા લીધાં હતાં. જે બાદ ફોર્મ લેવા જવા માટે ગઠિયાએ તેમના પિતાને તેમની જ મોપેડ પર શક્તિનાથ પાસેના એક કોમ્પલેક્ષ પાસે લઇ જઇ ફોર્મ લઇ આવું છું તેમ કહીં ત્યાંથી રફૂચક્કર થઇ ગયો હતો. ઘટનાને પગલે પરેશભાઇ તેમજ તેમના સ્વજનોએ આસપાસમાં તપાસ કરવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.