તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ભરૂચના ઝઘડીયામાં છેતરપિંડીની ઘટનાઓ વધી, બે ઘટનાઓમાં રૂપિયા ચાર લાખથી વધુની ગઠિયાઓને ઠગાઇ કરી

ભરૂચ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોલાર સિસ્ટમ લગાવી આપવાના બહાને ત્રણ ગઠિયાઓએ રૂપિયા 3.20 લાખથી વધુની છેતરપિંડી કરી
 • પશુ આહાર ખરીદી ત્રણ ગઠિયાઓએ વેપારી પાસેથી રૂપિયા 1.05 લાખથી વધુની છેતરપિંડી કરી

ભરૂચના ઝઘડીયામાં છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. જેમાં શહેરમાં ગઠિયાઓની ટોળકી આવી હોય તેમ બે સ્થળે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમાં ગ્રીનવેલી હોમ સોસાયટીના રહીશ સહિત પાંચ લોકોને સોલાર સિસ્ટમ લગાવી આપવાના બહાને સુરતના ત્રણ ગઠિયાઓએ રૂપિયા 3.20 લાખથી વધુની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તથા નાના સાંજા ગામના અનુપમ નગર સોસાયટીના શોપિંગમાં આવેલ શિવ પશુ આહારની દુકાન પરથી પશુ આહાર ખરીદી રૂપિયા 1.05 લાખથી વધુની છેતરપિંડી ત્રણ ગઠિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

જેમાં ઝઘડીયાની ગ્રીનવેલી હોમ સોસાયટીમાં રહેતા પરેશ વિઠ્ઠલ પ્રજાપતિએ સોલાર સિસ્ટમ ફિટ કરવાની હોય તેઓએ ફેસબુક પર અર્થવ ગ્રુપની સોલાર સિસ્ટમ બેસાડવાની જાહેરત જોઈ હતી. જે જાહેરાતને આધારે તેઓએ અર્થવ ગ્રુપમાં સંપર્ક કર્યો હતો. અને ભરત પટેલ અને રાકેશ સુરેશ પટેલ, ધર્મિન રમેશ ડોભારિયાએ તેઓને વાતોમાં ભોળવી તેઓના ઘરે આવી સર્વે કરી રૂપિયા 23 હજાર ભરાવ્યાં હતા. જે બાદ તેઓના પાંચ મિત્રોએ પણ સોલાર સિસ્ટમ ફિટ કરાવવા કુલ 1.05 લાખથી વધુ રૂપિયા ચેક મારફતે જમા કરાવ્યા હતા. જે બાદ સોલાર સિસ્ટમ લગાવી ન આપી છેતરપિંડી કરતાં ઝઘડીયા પોલીસ મથકે સુરતના સચિન રોડ ઉપર આવેલ મુક્તિનગરમાં રહેતા ભરત પટેલ સહિત ત્રણ ગઠિયાઓ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ બીજી ઘટનામાં ઝઘડીયા તાલુકાનાં નાના સાંજા ગામના અનુપમ નગર સોસાયટીમાં રહેતા સંદીપ મહેન્દ્ર ચૌહાણ અનુપમ નગર સોસાયટીના શોપિંગમાં શિવ પશુ આહાર દુકાન ચલાવે છે. ગત તારીખ-3 એપ્રિલના રોજ વેગેનઆર કાર નંબર-એમ.એચ.04.જી.ઝેડ.3890 સાથે ટેમ્પો ભાડે કરી ત્રણ ઇસમો આવ્યા હતા. અને તેઓએ 50 કિલો અને 40 કિલોની 75 નંગ પશુ આહારની બેગ ખરીદી કરી હતી. જે બાદ ચેક મારફતે રૂપિયા આપવાનું જણાવી રૂપિયા 1.05 લાખથી વધુની છેતરપિંડી કરી હતી. છેતરપિંડી અંગે ઝઘડીયા પોલીસે ઓલપાડના કઠોદરા ગામના સિરાજ મુસા સીદાન સહિત અન્ય ત્રણ ગઠિયાઓ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો