તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ભરૂચમાં ક્રિકેટ રમવા મુદ્દે થયેલી તકરારમાં 4 યુવાનને માર માર્યો

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બપોરે થયેલી બોલાચાલીની રીસ રાખી સાંજે પુન: ઝઘડો કર્યો
 • ઈજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખેસડ્યાં

ભરૂચના વેજલપુર માછીવાડ ખાતે રહેતાં યુવાનો વચ્ચે ક્રિકેટ રમતાં તકરાર થઇ હતી.જેની રીસ રાત્રીના સમયે ચાર યુવાનોએ પુન: ઝઘડો કરી ચાર યુવાનોને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ભરૂચના વેજલપુર માછીવાડ વિસ્તારમાં રહેતો બંસી ડાહ્યા માછી નર્મદા નદીમાં માછીમારી કરી જીવન ગુજારે છે. સાંજના સમયે માછીમારી કરી ઘરે પરત આવતાં તેના પિતરાઇભાઇ રાકેશ ભીખા માછી સાથે ક્રિકેટ રમતી વેળાં કોઇની તકરાર થઇ હોવાનું માલમુ પડ્યું હતું. દરમિયાનમાં રાત્રે 8 વાગ્યાના અરસામાં ફળિયામાં ઝઘડાનો અવાજ આવતાં તે ત્યાં ગયાં હતાં. જ્યાં તેના પિતરાઇભાઇ રાકેશને અજય વસાવા, રાકેશ વસાવા સહિતના યુવાનો મારામારી કરતાં હોઇ તેઓ તેમને છોડાવવા વચ્ચે પડ્યાં હતાં. જેમાં તેમના પિતરાઇભાઇ રાકેશ, ફોઇના પુત્ર વિજયને ઇજાઓ થઇ હતી. ઘટના અંગે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો