ક્રાઈમ:મોરણ ગામે જુગાર રમતા 4 ઝડપાયા અન્ય ચાર ફરાર

ઝઘડીયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં દોડધામ
  • ભાગી છૂટેલાને પકડવા પોલીસની કવાયત

ઝઘડિયા પોલીસ ધારોલી બીટમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળતાં મોરણ ગામના નીચલા ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસાથી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતા હતા. પોલીસે ઘેરો કરી છાપો માર્યો હતો. દરમિયાન ચાર જુગારીયાઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે ચાર જુગારીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે રોહિત રતિલાલ વસાવા, પરસોતમ શીતલા વસાવા, આશિષ દિનેશ વસાવા, હર્ષદ શામળ વસાવા, સોમા ફતેસિંગ વસાવા, જીગ્નેશ રામોલ વસાવા, જયેશ ભીખા વસાવા, બાબુ ગેમલ વસાવા તમામ રહે.

મોરણ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા ચાર ઈસમોની અંગ જડતી કરતાં અને બાજી મુકેલા રોકડા રૂપિયા મળી કુલ 2870 નો મુદ્દામાલ ઝઘડિયા પોલીસે જપ્ત કર્યો હતો. ભાગી ગયેલા ચાર ઇસમોને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...