તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ભરૂચ પાલિકા પ્રમુખની તરફેણમાં SC સમાજની ચાર સંસ્થા મેદાનમાં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ સમાજના ન હોવાને વઇ વિવાદ ઉભો થયો

ભરૂચ નગરપાલિકા પ્રમુખ તરીકે અમિત ચાવડાની વરણી થતા તેમના જાતિના પ્રમાણપત્રને લઈને વિવાદ છેડાયો છે. ભરૂચ શહેરના દિનેશ ખુમાણ નામના વ્યક્તિએ અમિત ચાવડાના સ્કૂલ લિવિંગ સર્ટીમાં હિન્દૂ દરજી જાતિ લખી હોવાનો વિવાદ ઉઠાવી તેઓ એસ.સી.સમાજના ન હોવાનો દાવો કરીને કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જેમાં કોર્ટે અમિત ચાવડા સામે ફરિયાદ દાખલ કરી ગુનો બને છે કે નહીં તે અંગે એ ડિવિઝન પોલીસને 30 દિવસમાં કોર્ટને અહેવાલ આપવા હુકમ કર્યો હતો.

જેના પગલે પાલિકા પ્રમુખ અમિત ચાવડાના સમર્થનમાં વણકર સમાજ પ્રોગ્રેસીવ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ જિલ્લા વણકર સમાજ, 92 ગામ વણકર સમાજ તથા ભરૂચ જિલ્લામાં વર્ષોથી વસતા રોહિદાસ વંશી સોરઠીયા સમાજના આગેવાન અને ભરૂચ પાલિકાના પૂર્વ નગરસેવક પ્રવિણ કટારીયા સહિત એસ.સી.સમાજની ચાર સંસ્થાઓએ અમિત ચાવડાના સમર્થનમાં મેદાનમાં આવ્યા છે.આ તમામ સંસ્થા આગેવાનોએ એ ડિવિઝન પી.આઈ.ભરવાડને લેખિત અને મૌખિક રજુઆત કરી નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા એસ.સી. સમાજના જ હોવાનું જણાવી પોલીસને યોગ્ય દિશામાં તપાસ કરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...