તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:ભરૂચના શિલ્પી સ્ક્વેરમાં ગાંજાનું સેવન કરતાં ચાર નબીરા ઝડપાયાં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલાં શિલ્પી સ્ક્વેર કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં છેલ્લાં કેટલાંક સમયથી અસમાજિક તત્વો દ્વારા અડિંગો જમાવી રોજે રોજ ગાંજાનું સેવન કરી આવતાં જતાં લોકોને પરેશાન કરવામાં આવતાં હોવાના આક્ષેપ સ્થાનિક દુકાનદારોએ કર્યાં છે. આખરે સોમવારે દુકાનદારોએ 4 ગંજેડીઓને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યાં હતાં. તેમજ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર શેરપુરા ગામ નજીક આવેલાં શિલ્પી સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં છેલ્લાં કેટલાંક સમયથી અસામાજિક તત્વોએ અડિંગો જમાવ્યો હતો. ઉપરાંત કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં જ અસામાજિક તત્વો જાહેરમાં ગાંજાનું સેવન કરી આવતાં જતાં લોકોને હેરાન કરતાં હોઇ સ્થાનિક દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો હતો. જે અંગે તેમણે અનેકવાર પોલીસને રજૂઆત કરી હોવા છતાં કોઇ પગલાં ન ભરાતાં આખરે સોમવારે દુકાનદારોએ 4 ગંજેડીઓને ઝડપી પાડ્યાં હતાં. ઘટનાને પગલે ભરૂચ એ ડિવિઝનનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. દુકાનદારોએ ચારેય ગંજેડીઓને પોલીસને હવાલે કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...