ગૌરવ:ભરૂચમાં યોજાયેલી પાવર લીફટિંગ સ્પર્ધામાં અંકલેશ્વરના ઓલમ્પિયા જીમના ચાર સ્પર્ધકો ઝળક્યા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાભરમાંથી વિવિધ જિમના સ્પર્ધકોએ ભાગ લીધો હતો
  • તમામ ચારેય સ્પર્ધકોએ જિલ્લા કક્ષાએ રમાયેલી સ્પર્ધામાં ઝળકી અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું

ભરૂચ ખાતે રવિવારના રોજ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા પાવર લીફટિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં અંકલેશ્વરના ઓલમ્પિયા જીમના ચાર સ્પર્ધકો ઝળકી અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે. ભરૂચના હર્ક્યુલર્સ જિમ ખાતે સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ભરૂચ ડિસ્ટ્રીકટ દ્વારા મેન અને વુમન્સ માટે પાવર લીફટિંગ અને બેન્ચ પ્રેસ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ જિમના સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમજ અંકલેશ્વરના ઓલમ્પિયા જીમના ચાર સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો.

તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવવામાં આવ્યાં

આ સ્પર્ધા વિવિધ કેટેગરીમાં યોજાઇ હતી. આ સ્પર્ધામાં સિનિયર ગ્રૂપમાં સિદ્દીક શેખ બેન્ચ પ્રેસમાં અત્યાર સુધીનો હાઈએસ્ટ ડિસ્ટ્રીકટ હેવી બેન્ચ પ્રેસ 140 કિલો વજન ઉપાડી રકોર્ડ સાથે 505 કિલો ટોટલ વજન ઉપાડી ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. જુનિયર કેટેગરીમાં ઓસામાં ટોપિયાએ પાવર લીફટિંગમાં 470 કિલો વજન ઉઠાવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે વિનય પટેલે 68 કિલો વજન ગ્રુપમાં 465 કિલો વજન અને સ્કોર્ટમાં 170 કિલો વજન ઉઠાવી ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ થયો હતો. તેમજ યોગેશ વસાવાએ 58 કિલોની કેટેગરીમાં 365 કિલો વજન ઉઠાવી બ્રોઝ મેડલ હાંસલ કર્યો છે. આમ અંકલેશ્વરના ઓલમ્પિયાં જીમના તમામ ચારેય સ્પર્ધકોએ જિલ્લા કક્ષાએ રમાયેલી સ્પર્ધામાં ઝળકી અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું હતું. જેથી જીમના સંચાલક દીપ્તેશ ઉર્ફે મોન્ટુ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં છે

અન્ય સમાચારો પણ છે...