જુગારધામ પર દરોડા:નેત્રંગના આટખોલ ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા, નવ ફરાર, કુલ રૂ. 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડા 13 હજાર, બે મોબાઈલ અને 5 બાઇક મળી રૂ. અઢી લાખનો મુદ્દામાલ ઝબ્બે
  • નેત્રંગ પોલીસે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા, નવ ફરાર

નેત્રંગ તાલુકાના આટખોલ ગામની સીમમાં લીમડાના વૃક્ષ નીચે ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી 4 જુગારીઓને કુલ રૂપિયા અઢી લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે 9 જુગારી ફરાર થઈ ગયા હતા.

નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ એન.જી.પાંચાણી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે આટખોલ ગામની સીમમાં આવેલા અરવિંદભાઇ કાઠીયાવાડીના ખેતરના છેડા ઉપર વિનોદ પ્રતાપભાઇ વસાવા અને અરવિંદ વસાવા બહારના ઇસમોને બોલાવી ભેગા કરી જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 13 હજાર અને પાંચ બાઈક તેમજ બે ફોન મળી કુલ 2.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમણે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 9 જેટલા જુગારીયાઓ ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...