બાઇક ચોર:ભરુચ જિલ્લાના અલગ-અલગ ત્રણ સ્થળોએથી એક સાથે ચાર બાઈકોની ચોરી થતા ખળભળાટ

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરોએ બાઈક ચોરીની ઘટનાને અંજામ આપી થયા ફરાર
  • પોલીસે બાઇક ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભરુચમાં સબજેલની બાજુમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ઇમ્તિયાઝ અહમદ પટેલે પોતાની બાઇક મસ્જિદ પાસે પાર્ક કરી નમાજ અદા કરવા ગયા હતા. આ દરમિયાન તસ્કરોની ટોળકીએ ત્રાટકી તેઓની 10 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત બીજા અલગ-અલગ ત્રણ સ્થળોએથી પણ બાઈક ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

મૂળ ડેડીયાપાડાના અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ક્રિસ્ટલ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ ફતેસિંગ વસાવાએ પોતાની બાઇક નંબર-જી.જે.22.કે.5796 એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો તેઓની 35 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

તો આવી જ રીતે ઝઘડીયાના હનુમાન ફળિયામાં રહેતા સાર્થક રમાકાંત પુરોહિતએ પોતાની બાઇક નંબર-જી.જે.16.સી.આર.9511 પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરોએ બાઇકને નિશાન બનાવી 50 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે ફળિયામાં રહેતા પ્રતાપસિંહ જવાહરસિંહ પવારે તેઓના ઘરની બહાર પાર્ક કરેલી બાઇક નંબર-જી.જે.16.સી.જી.4006ને નિશાન બનાવી રૂપિયા 25 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આમ ચારેય બાઇક ચોરી અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...