85 કરોડનું કૌભાંડ:ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલાના 2 દિના રિમાન્ડ મંજૂર

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મંડળીના સંડોવાયેલાં અન્ય આરોપી પર સકંજો કસાશે
  • પોલીસની 15 કલાક સુધી પુછપરછ, હજી કોઇ ચોક્કસ ખુલાસો નહીં

ઝાડેશ્વર તવરા રોડ પર આવેલી રંગ ટાઉનશીપમાં રહેતા અને 20 વર્ષથી સભાસદ પુષ્પેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સુણવાની ફરિયાદના આધારે વાલિયા પોલીસે વટારિયા શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પુર્વ ચેરમેન સંદિપ માંગરોલા તેમજ અન્ય સાગરિતો મળી 8 વ્યક્તિ-સંસ્થાઓ વિરૂદ્ધ રવિવારે મધ્યરાત્રીએ ગુનો નોંધ્યો હતો. જેમાં સંદિપ માંગરોલાએ સુગર ફેક્ટરીની હજારો કવીંટલ ખાંડ, મોલાસીસનો જથ્થો બારોબાર ઉધારમાં ઓછી કિંમતે વેચી ₹46 કરોડ અને અંકલેશ્વરની યુનિયન બેન્કમાંથી 1300 સભાસદના નામે ₹39 કરોડનું લોન કૌભાંડ આચરી કુલ ₹85 કરોડની ઉચાપત કરી હોવાનો આક્ષેપ થયો હતો.

પોલીસે જેના ગણતરીના 11 કલાકમાં જ પોલીસે સંદિપ માંગરોલાની ધરપકડ કરી હતી. પોલીસે 15 કલાક સુધી સંદિપ માંગરોલાની પુછપરછ હાથ ધરી હતી. મામલામાં કોઇ ચોક્કસ ખુલાસો થયો ન હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ જણાવી રહી છે. જોકે, સમયગાળા દરમિયાન ફરિયાદીના જણાવ્યાનુંસારના માલ ખરીદનાર સંસ્થા-વ્યક્તિના એકાઉન્ટની તપાસ કરવાની કવાયત શરૂ કરી છે.

ઉપરાંત સંદિપ માંગરોલાના એકાઉન્ટ્સ પણ તપાસવામાં આવશે.ગણેશ સુગરમાં વહીવટ કર્તાઓ દ્વારા ₹85 કરોડનું કથિત કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્યની અન્ય સુગર ફેકટરીઓના આર્થિક વ્યવહારોની પણ તપાસ થઈ શકે છે. સાથે જ પોલીસ સાથે આ કૌભાંડની તપાસમાં ઇન્કમટેક્ષ વિભાગ, જીએસટી સહિતની એજન્સીઓ જોડાઈ શકે છે.

અલગ અલગ ત્રણ ટીમોને કામે લગાડી
વાલિયાની વટારિયા ખાતેની ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પુર્વ ચેરમેન સંદિપસિંહ માંગરોલા વિરૂદ્ધ 85 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. જેમાં હાલમાં સંદિપ માંગરોલાની ધરપકડ થઇ છે. પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી જે તે કંપની-એજન્સીને માલ વેચ્યો તેના ટ્રાન્ઝેક્શન થયાં છે કે કેમ તેની વિગતો મેળવી ડોક્યુમેન્ટ્રી પુરવા એકત્ર કરાઇ રહ્યાં છે. અન્ય સહઆરોપીઓને પકડવાની પણ કવાયત હાથ ધરાઇ છે. - એમ. પી. ભોજાણી, ડીવાયએસપી.

અન્ય આરોપી ધરપકડથી બચવા દોડતાં થયાં
હાલ તો પૂર્વ ચેરમેનની ધરપકડ બાદ તત્કાલીન MD બનેસિંહ સુરસિંહ ડોડીયા, તત્કાલીન ચીફ એકાઉન્ટન નરપતસિંહ, તત્કાલીન ગણેશ સુગરના વહીવટી કર્મચારીઓ, અભિરાજ એજન્સીના માલિકો, કીંજલ કેમીકલ્સ પ્રા.લી, અમદાવાદ મહેશ એન્ટરપ્રાઈઝના માલિકો, અંકલેશ્વર યુનિયન બેંક ઓફ ઈન્ડીયાના તત્કાલીન મેનેજર તથા કર્મચારીઓ પણ ધરપકડથી બચવા દોડતા થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...