તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણમાં ગરમાવો:ખેડૂત આંદોલન બાબતે ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ખેડૂત આગેવાનો સાથે પૂર્વ સી.એમ. શંકરસિંહ વાઘેલાએ બેઠક કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કિસાન મોરચાના રાકેશ ટિકેટ 4 અને 5 એપ્રિલે ગુજરાતનાં પ્રવાસે
 • ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ખેડૂત આગેવાનોએ ચર્ચા વિચારણા કરી

ખેડૂત આંદોલનને ગુજરાતના પૂર્વ સી.એમ. શંકરસિંહ વાઘેલા સમર્થન આપી રહ્યાં છે. ત્યારે રાકેશ ટિકેટની ગુજરાત મુલાકાતને સફળ બનાવવા તેમના દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે.

રાકેશ ટિકેટની મુલાકાતને સફળ બનાવવા શંકરસિંહ સક્રિય થયા

ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના પૂર્વ સી.એમ. શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના આગેવાન રાકેશ ટિકેટ આવનાર તારીખ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં રાકેશ ટિકેટની મુલાકાતને સફળ બનાવવા શંકરસિંહ સક્રિય થયા છે.

રાકેશ ટિકેટની ગુજરાત મુલાકાતને સફળ બનાવવા પ્રયાસ શરૂ

રાકેશ ટિકેટના ગુજરાત પ્રવાસ પર નજર કરીયે તો 4 એપ્રિલે રાજસ્થાનથી અંબાજી આવશે. તથા બપોરે 2 વાગ્યે પાલનપુર ખાતે ખેડૂતો સાથે મુલાકાત કરી સાંજે ઊંઝા ઉમિયાધામ મંદિરે દર્શન કરશે. તથા રાત્રિ રોકાણ ગાંધીનગરમાં કરશે. તેમજ 5 એપ્રિલે સવારે સાબરમતી ગાંધીઆશ્રમની મુલાકાત લઇ કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાત કરી 11 વાગ્યાની આસપાસ વડોદરા છાણી ગુરુદ્વારા તેમજ બપોરે 3 વાગ્યે બારડોલી ખાતે ખેડૂતો સાથે મુલાકાત કરી સુરતથી આગળના પ્રવાસે જવા રવાના થયા છે.

આ અંગે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ગુજરાતમાં પણ શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર લોકશાહી ઢબે તેઓને વિરોધ કરવા દે તથા ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો એ સાંખી નહીં લેવાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો