રીમાન્ડ નામંજુર:વાલિયા ગણેશ સુગરના પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાના વધુ રીમાન્ડ નામંજુર, ભરૂચ સબજેલમાં મોકલાયા

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 85 કરોડના આર્થિક કૌભાંડમાં 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વાલિયા પોલીસે ગુરૂવારે કોર્ટમાં રજુ કરી 9 દિવસના ફરધર રિમાન્ડની માંગણી કરી હતી
  • વાલિયા સિવિલ કોર્ટ બહાર ભેગા થયેલા ખેડૂત સભાસદોએ તેઓ સામે ખોટી ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપો કર્યા

વાલિયા ગણેશ સુગરના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની રૂ. 85 કરોડના આર્થિક કૌભાંડના મામલામાં આજરોજ વાલિયા સિવિલ કોર્ટ ખાતે લાવતા એકઠા થયેલા ખેડૂત સભાસદોએ તેઓ પર ફરિયાદ ખોટી રીતે થઈ હોવાના આક્ષેપ કર્યા હતા. બીજી તરફ પોલીસે તપાસ અર્થે વધુ 9 દિવસના રિમાન્ડની કરેલી માંગણી નામંજુર કરી સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ભરૂચ સેશન્સ કોર્ટમાં તેઓ હવે જામીન માટે અરજી કરી શકે છે.

વાલિયાની વટારીયા શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ આગેવાન સંદીપસિંહ માંગરોલા સહિત 8 લોકો સામે રૂ. 85 કરોડની ઉચાપતના ગુનામાં સોમવારે તત્કાલીન ચેરમેનની ધરપકડ બાદ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સહકારી અને 555 રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. વાલિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાયા બાદ સોમવારે બપોરે સંદીપ માંગરોલાની ધરપકડ કરાઈ હતી અને તેઓને મંગળવારે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં હતા. ગુરૂવારે સંદીપ માંગરોલાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વાલિયા સિવિલમાં રજૂ કર્યા હતા તે દરમિયાન મોટી સંખ્યામાં કોર્ટ બહાર એકત્રિત થયેલા ખેડૂત સભાસદોએ સંદીપ માંગરોલા સામે ખોટી રીતે ફરિયાદ થઈ હોવાના આક્ષેપ કરી સુગરના બીજા હપ્તાના નાણાં ચૂકવતા પહેલા પૂર્વ ચેરમેનની અટકાયકરી છે જે તદન ખોટી છે અને તેઓની ધરપકડ થતાં ખેડૂતોનો બીજો હપ્તો અટવાય પડ્યો છે.

ફરિયાદ કરનાર સભાસદ ખેડૂતોને બાકીના નાણાં આપે તેવી માંગ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસે તપાસ અર્થે વધુ 9 દિવસના રિમાન્ડની કરેલી માંગણી નામંજુર કરી સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ભરૂચ સેશન્સ કોર્ટમાં તેઓ હવે જામીન માટે અરજી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...