કોંગ્રેસને વધુ એક ફટકો:ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુહાસ ડાભી ભાજપમાં જોડાયા, પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયાએ ખેસ પહેરાવી આવકાર્યા

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ અને રાષ્ટ્રવાદના અભિગમથી પ્રેરાય કેસરીયો ધારણ કર્યો

ભરૂચ જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. મહિલા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સુહાસબેન ડાભી આજરોજ ભાજપમાં જોડાયા હતા. જેઓને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચ જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા સુહાસબેન ડાભી આજરોજ ભાજપમાં જોડાયા હતા.

વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત હતા
ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ તેમને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો. સુહાસબેન ડાભી ભરૂચની જાણીતી જે.પી.કોલેજના પ્રાધ્યાપિકા છે અને વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત હતા. આ ઉપરાંત તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. આજરોજ તેઓએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
આ અંગે સુહાસબેન ડાભીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ અને રાષ્ટ્રવાદના અભિગમથી પ્રેરાય તેઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે અને આગામી સમયમાં આ અભિગમના આગળ વધારવા માટે કાર્યરત રહેશે.
ભાજપની વિચારધારાને તેઓ આગળ લઈ જશેઃ જિલ્લા ભાજપ પ્રમુખ
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ આ અંગે જણાવ્યું હતું કે, સુહાસબેન ડાભી ઘણા વરીષ્ઠ છે અને વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત હતા. જોકે, વૈશ્વિક નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપ્રાણાલીથી પ્રેરાય તેઓ ભાજપમાં જોડાયા છે અને આગળના દિવસોમાં તેઓ ભાજપની વિચારધારાને આગળ લઈ જશે. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી ફતેસિંહ ગોહિલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દક્ષા પટેલ, ફાલ્ગુની પટેલ, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા અને આગેવાન નિશાંત મોદી તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...