તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ:પ્રકૃતીને જાળવી રાખવા અને પક્ષીઓને આશ્રય આપવા રેવા અરણ્ય પ્રોજેકટ હેઠળ ભરૂચમાં વન ઉભું કરાશે

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
  • ત્રીજા અને ચોથા ભાગમાં 10 હજાર વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સીટીઝન કાઉન્સિલ, સામાજિક વનીકરણ વિભાગ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગડખોલ પાટીયાથી ગોલ્ડન બ્રીજના અંકલેશ્વર તરફના છેડા સુધી 4.5 કિમીના વિસ્તારને પક્ષીઓના આશ્રયસ્થાન બની શકે તેવું વન ઉભું કરવાની નેમ કરવામાં આવી છે.

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજથી ગડખોલ પાટિયા સુધી જુના નેશનલ હાઇવે નંબર-8 અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા ઓર 4.5 કિમિ સુધીના વિસ્તારમાં રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત ગાઢ જંગલ ઉભું કરવાની શરૂઆત કરવામાં આવી છે. પક્ષીઓનું આશ્રયસ્થાન બની રહે તેવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે.

રેવા અરણ્ય પ્રોજેક્ટ અંતર્ગત ભાગ-1 અને ભાગ બેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં હાલ સુધીમાં છ હજાર 500 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે જે પૈકી પાંચ હજારથી વધુ વૃક્ષો ઉછરી ગયા છે. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. રેવા અરણ્યના ભાગ-03 અને -04 નો શુભારંભ જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડિયા, ભરૂચ વર્તુળના વણ સંરક્ષક ડો. કે. સસીકુમાર, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રીજીયોનલ ઓફિસર અર.આર.વ્યાસ, ભરૂચના રીજીયોનલ ઓફિસર ફાલ્ગુન મોદી, પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોષી, નાયબ વણ સંરક્ષક ભાવના દેસાઈ, રેવા અરણ્ય પ્રોજેક્ટના મોહમદ, નીતિન ભટ્ટ અને કિરણભાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણની જાળવણી થાય અને વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તેવી નેમ આ તબક્કે લેવામાં આવી હતી.

પ્રોજેક્ટ અંતર્ગત મીયાવંકી પદ્ધતિથી પણ વૃક્ષોનું વાવેતર

રેવા અરણ્ય ખાતે મિયા વાંકી પદ્ધતિ કે જે ઓછી જગ્યામાં વધુ વૃક્ષો વાવવા માટેની પદ્ધતિ છે તે અન્વાય્રે 1800 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જે હાલ ગ્રોથ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી અને તબક્કાવાર આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે 4.5 કિમી સુધીમાં ઉભું થનાર વન એ ભરૂચ જિલ્લાના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને તેમાં સાયકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગ્રીન હટ સહિતની સુવિધાઓ પણ ઉભી કરવાનું આયોજન છે.

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત રેવા અરણ્ય પ્રોજેક્ટના ભાગ ૩ અને ૪ ના શુભારંભ પ્રસંગે કલેકટર ડો. એમ.ડી.મોડિયાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં પર્યાવરણનું જતન કરવું એ ખુબ અગત્યનું બન્યું છે. ત્યારે વૃક્ષારોપણ કાર્યક્રમને એક જન આંદોલન બનાવો જોઈએ અને બને તેટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ. તો ભરૂચ વર્તુળના વન સંરક્ષક ડો. કે સસીકુમારે જણાવ્યું હતું કે આવનાર પેઢીને પર્યાવરણની જાળવણી બાબતે સમાજ આપવી જોઈએ અને તેઓને પણ આ જતન માટે સમાવિષ્ટ કરવા જોઈએ. ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે હાલમાં તમામને ખબર પડી ગઈ છે કે ઓક્સિજનની વેલ્યુ શું છે ત્યારે આ વૃક્ષો જ કુદરતી ઓક્સીજન આપે છે વૃક્ષો વાવવા ખુબ સરળ છે પરંતુ તેનું જતન કરીને મોટા કરવા કપરું છે. ત્યારે સહુ વૃક્ષોનું જતન કરે તેવી અપીલ કરી હતી. તમામે આ પ્રોજેક્ટને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી

અન્ય સમાચારો પણ છે...