દારૂની હેરાફેરી:ભરૂચમાં બે રીક્ષામાં લઇ જવાતો 1.48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક ઈસમની અટકાયત, બુટલેગર સહીત પાંચથી વધુ ફરાર

ભરૂચ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના ન્યુ આનંદ નગર પંપ હાઉસ પાસેથી ભરૂચ એલસીબીએ બે રીક્ષામાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 3.59 લાખનો મુદ્દામાલ કબજે કરી પાંચથી વધુ ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો
ભરૂચ એલસીબીનો સ્ટાફ વિધાનસભાની ચૂંટણી અન્વયે ભરૂચ શહેરમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વેજલપુર વિસ્તારમાં રહેતો બુટલેગર કિશન અશોક ચુડાસમા તેના મળતિયાઓ સાથે ન્યુ આનંદનગર પંપ હાઉસ નજીક વિદેશી દારૂની પેટીઓ રીક્ષા મારફતે સગેવગે કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતા. જે સમયે રીક્ષા ચાલુ કરી વિદેશી દારૂનો જથ્થો લઇ રવાના થતી રીક્ષા નંબર-જી.જે.16.વાય.6900ને કોર્ડન કરી રીક્ષાને અટકાવી હતી.
દારૂ અને વાહનો મળી કુલ 3.59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
જે બાદ પુછપરછ કરતા તેઓ અન્ય રીક્ષા નંબર-જી.જે.16.વાય.6652માં કિશન ચુડાસમા,ભાવેશ ઉર્ફે અશોક ચુડાસમા અને રાજેશ ગડેરીયા વિદેશી દારૂનો જથ્થો ભરી જાય છે જેવી માહિતી પોલીસને મળી હતી, જેથી પોલીસે પીછો કરતા તેઓ એક એક્ટિવા અને દારૂ ભરેલી રીક્ષા માર્ગમાં મૂકી ફરાર થઇ ગયા હતા. પોલીસને બંને રીક્ષામાંથી વિદેશી દારૂની 912 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે 1.48 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 3.59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બહારની ઊંડાઈ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતો રીક્ષા ચાલક અકરમ સલીમ શેખને ઝડપી પાડ્યો હતો, જયારે વિદેશી દારૂ મંગાવનાર પાંચ ઈસમો અને અન્ય વાહન ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...