વિદેશી દારૂ ઝડપાયો:ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ નર્મદા એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 1.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા એપાર્ટમેન્ટ જય ઝેરોક્ષની દુકાનમાંથી 1.74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
  • પોલીસે એક બુટલેગરને ઝડપી પાડ્યો, અન્ય એક ફરાર

ભરૂચ એ ડિવિઝન પોલીસે ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ નર્મદા એપાર્ટમેન્ટ સ્થિત હનુમાન મંદિરની બાજુમાં જય ઝેરોક્ષની દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી 1.74 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક બુટલેગર ફરાર થઇ ગયો હતો.

ભરૂચના કોર્ટ રોડ ઉપર આવેલ આનંદ મંગલ સોસાયટીમાં રહેતો બુટલેગર હિમાંશુ ઉર્ફે સન્ની વિજય ચોરસિયા ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ નર્મદા એપાર્ટમેન્ટ સ્થિત હનુમાન મંદિરની બાજુમાં જય ઝેરોક્ષની દુકાનમાં બ્રાન્ડેડ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને દુકાનમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની 23 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 1.73 લાખનો દારૂ અને ફોન મળી કુલ 1.74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર હિમાંશુ ઉર્ફે સન્ની વિજય ચોરસિયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...