• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • For The First Time Since Independence, A Polling Station Has Been Set Up At Aliabat In Bharuch For The Gram Panchayat Elections.

આઝાદી બાદનું પ્રથમ મતદાન મથક:ભરૂચના આલિયાબેટ પર આઝાદી બાદ પ્રથમવાર ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન મથક ઉભું કરાયું

ભરૂચએક મહિનો પહેલા
  • વાગરાની કલાદરા ગ્રામ પંચાયત અંતર્ગત આવતા આલિયા બેટમાં 180 મતદારો
  • પ્રથમવાર પંચાયતની ચૂંટણી માટે મતદાન મથક ઉભું કરાતાં સ્થાનિકોમાં હર્ષની લાગણી

ભરૂચ જીલ્લામાં આજે રવિવારના રોજ ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આલિયાબેટ પર આઝાદી બાદ પ્રથમવાર ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન મથક ઉભું કરાતાં સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી, જેમને હવે 160 કિમી ફરવાની હાલાકી ભોગવવી નહિ પડે.

વાગરાની કલાદરા ગ્રામ પંચાયત અંતર્ગત આવતા એવા આલિયા બેટના 180 મતદારો છે. જેમને ગત પાંચ વર્ષ પહેલા મતદાન મથક ન હોવાના કારણે 160 કિમીનો ફેરો ફરી મતદાન કરવા માટે જવું પડતું હતું. જેને પગલે તેમને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો. જેથી તંત્ર દ્વારા ગત લોકસભાની ચુંટણીમાં આલિયાબેટ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આઝાદી બાદ પ્રથમવાર મતદાન મથક ઉભું કરાયું છે. જેને પગલે મતદારોએ ખુશી વ્યક્ત કરી હતી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...