ભરૂચ જિલ્લામાં આ વર્ષે પણ જૂલાઇના 21 દિવસ પુર્ણ થવા છતાં હજી માત્ર સિઝનનો 30.52 ટકા એટલે 225 એમએમ વરસાદ નોંધાયો છે. છેલ્લાં 5 વર્ષના વરસાદના આંકડા જોઇએ તો આ વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લાના મોસમમાં આવી રહેલાં બદલાવથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઇ રહ્યાં છે.
ભરૂચ જિલ્લામાં વર્ષ દર વર્ષ ચોમાસાની સિઝન ફેલ થઇ રહી છે. છેલ્લાં પાંચ વર્ષના આંકડા જોઇએ તો જિલ્લામાં પડતાં વરસાદનો આંક સતત ઘટી રહ્યો છે. વર્ષ 2017 માં 51.51 ટકા અને વર્ષ 2018માં 72.31 ટકા નોંધાયેલો વરસાદ તબક્કાવાર ઓછો થઇ રહ્યો છે. જિલ્લામાં આ વર્ષે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ઓછો એટલે કે માત્ર 30.52 ટકા વરસાદ નોંધાયો છે. સામાન્યરીતે ભરૂચ જિલ્લામાં 20 જૂનની આસપાસથી ચોમાસુ બેસતું હોય છે જોકે, જૂલાઇના અંત સુધીમાં પણ વાવણી લાયક વરસાદ થઇ રહ્યો નથી. જેના પગલે જિલ્લાના ખેડૂતોના માથે ચિંતાની લકીરો ઉપસી આવી છે.
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ હોવાને કારણે હવા પ્રદુષણ સામે માત્ર ઔપચારીક વનિકરણ થવાને કારણે જિલ્લાના વાતાવરણ પર તેની અસર જણાઇ રહી છે. ખેતીલાયક વરસાદ થઇ રહ્યો ન હોવાને કારણે તેની સીધી અસર સ્થાનિક ખેડૂતો પર પડી રહી છે. ગત વર્ષે 2020માં પણ 22 જૂલાઇ સુધીમાં જિલ્લામાં માત્ર 33.13 ટકા વરસાદ નોંધાયો હતો. જેના કારણે ખેડૂતોને પહેલાં વાવેતરનું નુકશાન વેઠ્યાં બાદ ટૂંકાગાળાનો પાક કરવો પડ્યો હતો.
જિલ્લાના 5 વર્ષના વરસાદના આંકડાં (22 જૂલાઇ સુધીના)
વર્ષ | 5 વર્ષનો વરસાદ | 2021 | ટકા |
2017 | 701 | 361 | 51.51 |
2018 | 713 | 516 | 72.31 |
2019 | 705 | 279 | 39.48 |
2020 | 725 | 240 | 33.13 |
2021 | 735 | 225 | 30.52 |
ખેડૂતો ચિંતામાં ઘેરા બન્યાં..
ચોમાસ વહેલુ શરૂ થતા ખેડૂતોને સારો વરસાદની આશા હતી.પરુંત હાથ તાળી આપતા ખેડૂતો ચિંતિત જણાય છે.
વરસાદ બ્રેક થવાનું કારણ શું ?
દરિયા તરફથી લો પ્રેસર સિસ્ટિમ જે ગુજરાત તરફ બનવુ જોઇએ તે બનતું ન હતું. તે દરિયાના વિસ્તારમાં બની જતું હતું. જેથી ત્યાં વરસાદ પડી જતો હતો. જેથી ગુજરાત તરફ વાદળો નહીં આવતા વરસાદ પર બ્રેક લાગી હતી. હાલમાં લો પ્રેરસ સિસ્ટમ બની જવાના કારણે વરસાદ નિયમિત પડશે. હાલમાં 66.2 એમએમ વરસાદ પડ્યો જેથી જુલાઇ માસના આગામી દિવસમાં સરેરાશ 226.3 એમએમ વરસાદ પડી જશે તેવું જણાઇ રહ્યું છે.
પ્રદૂષણ ઘટાડવા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં 100 જેટલ છોડનું વાવેતર કરવા હવામાન શાસ્ત્રી ડો. નિરજકુમાર દ્વારા સૂચન
લો પ્રેરસ સિસ્ટમ ન બનવાનું મોટું કારણ હવામાં વધતું પ્રદૂષણ હોય છે. ભરૂચ જિલ્લો ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાતો હોવાથી અહી કંપનીઓ વધુ છે જેના કારણે પ્રદૂષણ વધુ જોવા મળી રહ્યું છે. જેથી દરેક કંપની વિસ્તારમાં વધારે નહીં પણ 100 છોડ વાવી પ્રદૂષણ ઓછુ કરી શકાય છે. તેવું હવામાનશાસ્ત્રી ડો. નિરજકુમાર દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.