તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભરૂચને કોરોનાકાળમાં 300 દિવસે પહેલીવાર મળ્યો ખુશીનો ‘0’ અંક

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જિલ્લામાં ગત વર્ષે 8 એપ્રિલે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો

ભરૂચ જિલ્લામાં 300 દિવસ બાદ મંગળવારે પહેલીવાર કોરોનાનો એકપણ કેસ નહીં આવતાં 0નો આંક મંગળમય બન્યો હતો.ઔદ્યોગિક હબ એવા ભરૂચ જિલ્લામાં આસપાસના જિલ્લા અને અન્ય રાજ્યના લોકોની અવરજવરના કારણે ભરૂચ જિલ્લામાંથી કોરોના મહામારી વહેલી વિદાય લે તેવી સંભાવનાઓ ઓછી જણાતી હતી. ત્યાં જિલ્લાના લોકો દ્વારા સ્વયંમ જાગૃતિ દાખવવામાં આવતાં તેમજ આરોગ્ય અને વહિવટી તંત્ર દ્વારા તેને નાથવા માટેના કરાયેલાં પ્રયાસોને પગલે આખરે 300 દિવસ બાદ જિલ્લામાં પહેલીવાર કોરોનાનો આંક 00 આવ્યો છે.

કોરોનાકાળમાં દર્દીઓની સારવાર માટે સતત ખડેપગે રહેલાં આરોગ્યકર્મીઓ અને અન્ય સંકળાયેલાં લોકોએ આજે મંગળવારે રાહતનો શ્વાસ લેવા સાથે ખુશી અનુભવી હતી.જિલ્લામાં છેલ્લાં 10 દિવસ ઉપરાંતથી કોરોનાના કેસોની સંખ્યા માત્ર 2 કે 3ની આવી રહી હતી.

જ્યારે કેટલાંક દિવસે માત્ર 1 કેસ નોંધાઇ રહ્યાં હોઇ જિલ્લામાંથી વહેલીતકે કોરોના દુર થાય તેવી આશાનો સંચાર થયો હતો.ભરૂચ જિલ્લામાં ગત વર્ષે 8મી એપ્રિલના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જેબાદ કોરોનાના કેસો અંકુશમાં આવે તેમજ તેમનું યોગ્ય નિદાન માટે આરોગ્ય વિભાગના કર્મીઓ એડીચોડીનું જોર લગાવી રહ્યાં હતાં. ત્યાં આજે મંગળવારે જિલ્લામાં એક પણ કેસ નહીં નોંધાતાં જિલ્લાવાસીઓમાં પ્રથમવાર કોરોનાના અહેવાલથી હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો