બેઠકનું અંતિમ ચિત્ર:ભરૂચની પાંચ બેઠકો માટે 32 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરમાં એક પણ અપક્ષ નહિ, સૌથી વધુ 5 અપક્ષ વાગરામાં

ભરૂચ, અંકલેશ્વર, વાગરા, ઝઘડીયા અને જંબુસર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ હવે 32 ઉમેદવારો મેદાને જંગમાં રહયાં છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ઉમેદવારો વાગરાની બેઠક ઉપર 9 નોંધાયા છે. જેમાં સૌથી વધુ 5 અપક્ષ છે.સૌથી ઓછા અને એક પણ અપક્ષ નહિ તેવા માત્ર 4 ઉમેદવારો વચ્ચે અંકલેશ્વર વિધાનસભાની બેઠક માટે ચૂંટણી યોજાશે. જેમાં ભાજપ-કોંગ્રેસના સગા ભાઈ-ભાઈ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામનાર છે. રાજયમાં ચર્ચાની એરણે ચઢેલી ઝઘડીયા બેઠક પર 5 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.

ભરૂચ બેઠક ઉપર પણ 4 અપક્ષ ઉમેદવારો સાથે કુલ 7 ઉમેદવારો વચ્ચે રસાકસી રહેશે. જંબુસર બેઠક ઉપર 2 અપક્ષ મળી કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામનાર છે. વાગરા બેઠક ઉપર સૌથી વધુ 9 ઉમેદવારો રેસમાં છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ 5 અપક્ષો આ બેઠક ઉપર ચૂંટણીના જંગમાં બાકી રહી ગયાં છે. ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો માટે 5મી તારીખે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. ભરૂચની પાંચ બેઠકો માટે 12 લાખ કરતાં વધારે મતદારો તેમના ભાવિ પહેલી તારીખે ઇવીએમમાં સીલ કરી દેશે.

વિધાનસભાના મુરતિયા - ભરૂચ
રમેશ મિસ્ત્રી - ભાજપ
જયકાંત પટેલ - કોંગ્રેસ
મનહર પરમાર - આપ

અંકલેશ્વર
ઈશ્વર પટેલ - ભાજપ
વિજય પટેલ - કોંગ્રેસ
અંકુર પટેલ - આપ

વાગરા
અરૂણસિંહ રણા - ભાજપ
સુલેમાન પટેલ - કોંગ્રેસ
જ્યેન્દ્રસિંહ રાજ - આપ

જંબુસર
ડી.કે. સ્વામી - ભાજપ
સંજય સોલંકી - કોંગ્રેસ
સાજીદ રેહાન - આપ

ઝઘડિયા
છોટુ વસાવા - અપક્ષ
રીતેશ વસાવા - ભાજપ
ફતેસિંગ વસાવા - કોંગ્રેસ

અંતિમ ચિત્ર
ફોર્મ ભરાયાં82
અમાન્ય11
ઉમેદવારો32

​​​​​​​અપક્ષ ઉમેદવારો સમીકરણ બગાડશે

ભરૂચ અને વાગરા બેઠક પર અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે. અપક્ષો તથા નાના પક્ષો મોટા પક્ષોને નડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...