તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગર ઝડપાયો:ભરૂચ જિલ્લાના હલદરવા ગામે રહેણાંક વિસ્તાર નજીક એક તળાવમાંથી પાંચ ફુટના મગરનું રેસક્યું કરાયું

ભરૂચ4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો

ભરૂચ જિલ્લાના હલદરવા ગામે રહેણાંક વિસ્તાર નજીક એક તળાવમાં આશરે પાંચ ફુટનો મગર હોવાની જાણ ગ્રામજનોએ ભરૂચ વનવિભાગ તેમજ જીવદયા પ્રેમીઓને કરતા તાત્કાલિક વનવિભાગના સહયોગથી પાંજરુ મુકવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આજે વહેલી સવારે મગર પાંજરામાં સપડાયો હતો.

આ કાર્યમાં વનવિભાગના અધિકારીઓ તેમજ જીવદયાપ્રેમીઓ યોગેશ મિસ્ત્રી, રમેશ દવે, સંજય રાઠોડ, જયેશ કનોજીયા, અજય મિસ્ત્રી, વિનોદ વસાવા તેમજ ગુંજન વાસાવા દ્વારા મગરને રેસકયુ કરી તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. રહેણાંક વિસ્તારમાં મગર આવી ચઢતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. જોકે મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો