'અગલે બરસ તું જલ્દી આ':ભરૂચમાં પાંચ દિવસની ગણેશ પ્રતિમાઓ અને પોલીસ લાઇનનાં શ્રીજીનું વાજતે ગાજતે વિસર્જન

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીલકંઠેશ્વર ખાતે ગણપતિ બાપા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકરયાનાં ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો

ભરૂચ શહેર અને જિલ્લાની પોલીસ વસાહતો તેમજ ગણેશ ભકતોના ત્યાં આતિથ્ય માણતા શ્રીજીનું રવિવારે પાંચમા દિવસે દબદબાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું.ઝાડેશ્વર નીલકંઠેશ્વર સ્થિત નર્મદા નદી કિનારે ગણેશ ભક્તોએ પુઢચ્યા વર્ષી લવકરયાનાં ગગન ભેદી નાદ સાથે શ્રીજીને ભાવભેર વિદાય આપી હતી.

ભરૂચમાં પાંચ દિવસની ગણેશ પ્રતિમાઓ અને પોલીસ લાઇનનાં શ્રીજીનું વાજતે ગાજતે વિસર્જન કરવા આવ્યું હતું. પાંચ દિવસથી આતિથ્ય માણતા વિઘ્નહર્તાને રવિવારે શહેર અને જિલ્લા પોલીસ વસાહતના પોલીસ પરિવાર તેમજ શ્રદ્ધાળુઓએ પરંપરા અને આસ્થા સાથે વિદાય આપી હતી. ભરૂચ શહેર સહિત વિવિધ પોલીસ લાઇનમાંથી શ્રીજીને પોલીસ બેન્ડ, અબીલ ગુલાલની છોળો સાથે દબદબાભેર વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી.ગણેશ વિસર્જન વેળાએ શહેર જિલ્લામાં સુલેહ શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તેમજ કોઇ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય તે માટે પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહે છે. જેના પગલે પોલીસ વસાહતના ગણેશની મૂર્તિઓનું પાંચ દિવસ બાદ ઉષ્માભેર ઢોલનગારાના નાદ વચ્ચે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધામધુમથી વિસર્જન કરવામાં આવે છે.

શહેર અને જિલ્લાના પોલીસ વસાહતના શ્રીજીનું તેમજ કેટલીયે સોસાયટી, મહોલ્લા અને ઘરમાં સ્થાપિત કરાયેલા પાંચ દિવસના વિઘ્નહર્તાને વિદાય આપવા જે.બી. મોદી પાર્ક સ્થિત પાલિકાના કૃત્રિમ કુંડ, ઝાડેશ્વર સ્થિત નર્મદા નદી કિનારે સહિતના સ્થળોએ મૂર્તિઓના વિસર્જન માટે કતાર લાગી હતી. રસ્તાઓ પર રિકસા, ટેમ્પો, ટ્રક, ટ્રેકટર સહિતના વાહનોમાં ગણેશજીની વિવિધ પ્રકારની મૂર્તિઓને વાજતે ગાજતે ઢોલ નગારાના નાદ વરચે વિસર્જન કરવા લઇ જતાં સમગ્ર વાતાવરણ ગણેશમય બની ગયું હતું.નીલકંઠેશ્વર ખાતે ગણપતિ બાપા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકરયાનાં ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...