દિવાળી ભેટ:ભરૂચ સબજેલમાં આજીવન કેદની સજા કાપતા પાંચ કેદી દિવાળીમાં પેરોલમુક્ત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના ગૃહ વિભાગે 60 વર્ષથી વધુ વયના કેદીઓને રજા આપવાનો ઠરાવ કર્યો હતો

રાજ્યની જેલોમાં સજા ભોગવતા બંદિવાન સ્ત્રી કેદીઓ અને પુરૂષ કેદીઓ દિવાળી તહેવાર દરમ્યાન પોતાના પરિવાર સાથે રહી ખુશાલી મનાવી શકે તે માટે 60 વર્ષ કરતા વધુ વયના સજા વાળા કેદીઓને દિન -15 માટે 2 જી ઓક્ટોબરથી છોડવા માટે ઠરાવ સરકારના ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા કરાયો છે.

આ બાબતે કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભરૂચ જિલ્લા જેલ તરફથી મોકલાવેલા સજાની વિગતોને ધ્યાને લઈ ફૂલ સજા વાળા કેદીઓ 60 વર્ષ કરતા વધુ વયના હોય તેઓને દિન -15 માટે પેરોલ મંજૂર કરતા અભેસીંગ ગોપાલ વસાવા, બાલુ રાણીયા વસાવા, ઇક્બાલ અબ્દુલ સામીયા મલેક, ભાઈલાલ ગોપાલ વસાવા તેમજ રસીદ મહમદભાઇ મલ્લૂને ભરૂચ જિલ્લા જેલ ખાતેથી દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવા માટે જેલ મૂક્ત કરવામાં આવેલા તેમજ આ પ્રસંગે જેલ અધિક્ષક આઇ. વી. ચૌધરી તેમજ સિનિયર જેલર એસ.જે.સભાડનાઓએ કેદીઓને દિવાળીની શુભ કામના પાઠવી અને તમામ કેદીઓએ પણ તેઓને દિવાળી તહેવારની રજા મળતા ગુજરાત સરકારનો અને કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો .

અન્ય સમાચારો પણ છે...