પ્રથમ આઇ.ટી.ઓન વ્હીલ્સ વાન:અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત દહેજમાં પ્રથમ આઇ.ટી.ઓન વ્હીલ્સ વાન શરૂ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા નિર્મિત આઇ.ટી. ઓન વ્હીલ્સ પ્રોગ્રામની શરૂઆત આજે અદાણી પેટ્રોનેટ પોર્ટ સી.ઓ.ઓ, જગદીશ પટેલના હસ્તે કરાઈ હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત વાગરા તાલુકાના 12 ગામમાં આવેલી 14 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં ઉત્થાન સહાયક કાર્યરત છે. ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર શિક્ષણ અને એની સમજથી વંચિત ન રહે એ માટે આઈ.ટી. ઓન વ્હીલ શરૂ કરવામાં આવ્યું છે. આ વાનમાં 25 જેટલા લેપટોપ છે અને સાથે એક શિક્ષક છે. જે વાગરા તાલુકાની 14 શાળામાં અલગ-અલગ દિવસે જશે અને વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપશે.

અન્ય સમાચારો પણ છે...