તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભરૂચ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની પહેલી ફરિયાદ, 8 ભરવાડ સામે ગુનો

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૈન બંધુઓના વાલિયાના સિલુડી ચોકડી સ્થિત ઇન્ડસ્ટ્રિયલ પ્લોટમાં ઝૂપડાં બાંધી કબજો કર્યો

ભરૂચ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ગુનો નોંધાયોહતો. વાલિયા તાલુકાના સિલુડી ગામે 8 ભરવાડો સામે 36500 ચોરસ મીટરનો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પર ગેરકાયદે કબ્જા બદલ જિલ્લામાં પહેલો લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાપીમાં મહાવીર રેસિડેન્સીમાં રહેતા વેપારી સુરેશભુરાલાલ જૈનએ વર્ષ 2009માં તેમના ભાઈ સેસમલ જૈન સાથે 10 વર્ષ પહેલાં વાલિયા સીલુડી ચોકડી ખાતે ઔદ્યોગિક હેતુસર મહાવીર એન્ટરપ્રાઈઝ પેઢીના નામે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ખરીધ્યો હતો.

દરમિયાનમાં તેમના પ્લોટ પર કેટલાક ભરવાડોએ ગેરકાયદેસર રીતના પ્લોટ ઉપર ઝુપડા બનાવી ઢોરો બાંધી તબેલા જેવું બનાવી પાકુ બાંધકામ કર્યું હતું. જેના પગલે તેમણે ભરવાડોને વારંવાર જગ્યા ખાલી કરવા માટે કહેવા છતાં ભરવાડોએ જમીન ખાલી નહીં કરી થાય તે કરી લેજોની ધમકી આપતાં આખરે જૈન વેપારીએ લેન્ડ ગેબરિંગ એક્ટ હેઠળની અરજી ભરૂચ કલેક્ટરને કરી હતી.અરજીની તપાસ ઝઘડિયા નાયબ કલેકટરને સોંપતા 11 જાન્યુઆરીના રોજ પ્લોટની રૂબરૂ મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે ભરવાડો સહિત સાહેદોના નિવેદન લઇ કલેક્ટર કચેરીએ મળેલી બેઠકમાં તે રજૂ કરતાં કલેક્ટરે તેમની સામે લેન્ડ ગ્રેબિંગની કલમ હેઠળ ગુનો નોંધવાનો હૂકમ કરતાં આખરે વાલિયા પોલીસે મથકે ફરિયાદ નોંધાઇ હતી.

લેન્ડ ગ્રેબિંગ કરનારા આરોપીઓ

 • રામજી નાગજી ભરવાડ
 • હરજી નાગજી ભરવાડ
 • જગસી નાગજીભરવાડ
 • ભીખા નાગજી ભરવાડ
 • ગરબા ખેંગારભરવાડ
 • વીલા વિહા ભરવાડ
 • સતા વિહાભરવાડ
 • ઘેલા ડાહ્યા ભરવાડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો