તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા રોગથી ફફડાટ:ભરૂચમાં મ્યુકોરમાઇક્રોસિસમાં સારવાર લેતી 56 વર્ષીય મહિલાના મોતનો પ્રથમ કેસ, કોવિડ સ્મશાનમાં અંતિમ વિધિ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોના બાદ બ્લેક ફંગસ મહામારીના અત્યાર સુધી 63 દર્દીઓ નોંધાયા
  • અગાઉ ઝનોર અને અંકલેશ્વરના બે દર્દીના બ્લેક ફંગસ
  • મ્યુકોરમાઇક્રોસિસમાં સુરત-વડોદરા સારવાર વેળા મૃત્યુ થયા હતા

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીનો આતંક સમ્યો છે. ત્યારે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતી 56 વર્ષીય મહિલાનું મ્યુકોરમાઇક્રોસિસ ( બ્લેક ફંગસ) ને કારણે મોત થયું હોવાનો પ્રથમ કિસ્સો રવિવારે સામે આવ્યો છે. કોવિડ પ્રોટોકલ મુજબ મહિલાના મૃતદેહની કોવિડ સ્મશાનમાં અંતિમ વિધિ કરાઈ હતી.

કોવિડ પેશન્ટમાં બ્લેક ફંગસ મ્યુકરોમાઇક્રોસીસ રોગે માથું ઊંચક્યું

કોરોનાની અતિ ઘાતક બીજી લહેરમાં ભરૂચ જિલ્લામાં પણ 100 ઉપર પહોંચતા પોઝિટિવ દર્દીઓના આંક વચ્ચે રોજે રોજ મૃત્યુની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી હતી. કોરોના માંડ માંડ કાબુમાં આવતા જ બીજી મહામારી પોસ્ટ કોવિડ પેશન્ટમાં બ્લેક ફંગસ મ્યુકરોમાઇક્રોસીસ રોગે માથું ઊંચક્યું હતું. ભરૂચ જિલ્લામાં બ્લેક ફંગસના દર્દીઓ વડોદરા અને સુરત સહિતની શહેરોમાં સારવાર લઈ રહ્યા હતા. જિલ્લા આરોગ્ય તંત્રના ચોપડે અત્યાર સુધી જિલ્લામાં મ્યુકરોમાઇક્રોસીસના 63 કેસ નોંધાઇ ચુક્યા છે.

મ્યુકોરમાઇક્રોસિસથી મોતનો પ્રથમ કેસ સામે આવ્યો

વડોદરા કે સુરત સારવાર લેતા બ્લેક ફંગસના 63 દર્દીઓ પૈકી ઝનોર અને અંકલેશ્વરના મળી 2 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. રવિવારે ભરૂચ શહેરની પામલેન્ડ હોસ્પિટલમાં બ્લેક ફંગસની સારવાર લેતા 56 વર્ષીય ગોમીબેન વીઠ્ઠલભાઈ વસાવા રહે. શિરોમણી બંગલોઝ, હાંસોટ રોડ, અંકલેશ્વરનું મૃત્યુ થતા જિલ્લામાં સારવાર વેળા મ્યુકોરમાઇક્રોસિસથી મોતનો પ્રથમ કેસ સામે આવ્યો છે.

કોવિડ સ્મશાનમાં પ્રોટોકલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી

મૃતક મહિલાની કોવિડ સ્મશાનમાં પ્રોટોકલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી. મહિલાએ વેક્સિન લીધી ન હતી અને આજે જ તે બ્લેક ફંગસની સારવાર માટે દાખલ થઈ હોવાની વિગતો બહાર આવી છે. જોકે ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યો નહિ હોવાથી મ્યુકોરમાઇક્રોસિસથી મહિલાનું મોત થયું છે કે નહીં તે અંગે જિલ્લાનું આરોગ્ય તંત્ર સત્તાવાર જણાવી રહ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...