તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ભરૂચના કોવીડ સેન્ટરોમાં ફાયર સેફટી અંગે મૂલ્યાંકન, ફાયર વિભાગની ટીમોની હોસ્પિટલોમાં તપાસ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની ઘટના બાદ કલેક્ટરનો આદેશ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં લાગેલી આગમાં 8 લોકોના મોતની ઘટનાના બાદ ફાયર સેફ્ટીમાં છીંડા હોવાનું જણાયું હતું. જેના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટરે તમામ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ઓડિટ કરીને રિપોર્ટ સોંપવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે કોવીડના ઇલાજ માટે નકકી કરાયેલી હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે લેવાયેલા પગલાંઓની તપાસ કરી હતી.ફાયર વિભાગની ટીમોએ કોવીડ હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે શું પગલાં ભરવામાં આવ્યાં છે તેની તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલોમાં લગાડવામાં આવેલાં ફાયર સેફટીના સાધનો કાર્યરત અને એક્સ્પાઈડ ડેટ વાળા નથી તેની પણ તપાસ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...