તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોર બેદરકારી:ફાયર એનઓસી વગર ચાલતુ વેલ્ફેર હોસ્પિટલનું નવું કોવિડ સેન્ટર આગમાં 18 લોકોને જીવતા ભરખી ગયું

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલ માટે કામચલાઉ ટેમ્પરરી વીજ જોડાણ મેળવવામાં આવ્યું

કોરોના સામે જીવ બચાવવા વેલફેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા 16 દર્દીઓ અને 2 સ્ટાફ જીવતા જ આગમાં હોમાઈ જવાની ગોઝારી ઘટનામાં હોસ્પિટલ દ્વારા ઇમરજન્સીમાં ઉભા કરાયેલા ન્યુ કોવિડ સેન્ટરની ફાયર એનઓસી જ નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આગળની મુખ્ય ઇમારતની ફાયર એનઓસી હતી

કોરોના સામે જિંદગીનો જંગ જીતવા દાખલ થયેલા 16 દર્દીઓ અને 2 સ્ટાફ નર્સ જીવતા જીવ જ કાયમ માટે મૃત્યુની આગમાં સમાઈ જવાની હચમચાવી દેનારી ઘટના બની છે. જેમાં આ હોનારતમાં રિજનલ ફાયર ઓફિસર દિપક મખીજાનીએ કહ્યું છે કે, હોસ્પિટલ પાસે ફાયર એનઓસી ન હતી. ખાલી વેલફેરની આગળની મુખ્ય ઇમારતની ફાયર એનઓસી હતી. તેમજ નવી પાછળની કોવિડ સેન્ટરની ફાયર એનઓસી ન હતી.

વીજ પુરવઠો પણ હંગામી હોવાની હકીકત વીજ કંપનીમાંથી બહાર આવી

તેમજ આરઓફઓ મખીજાનીએ જણાવ્યું હતું કે , હોસ્પિટલના સત્તાધીશોએ ભરૂચ પાલિકા પાસે ફાયર એનઓસી માટે અરજી પણ કરી ન હતી. જે વિગત ફાયર સેફટી વિભાગ અને ચીફ ઓફિસર પાસેથી મળી હતી. આટલું ઓછું હોય તેમ હોસ્પિટલે કોવિડ સેન્ટર માટે લીધેલો વીજ પુરવઠો પણ હંગામી હોવાની હકીકત દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાંથી બહાર આવી છે. હોસ્પિટલ માટે કામચલાઉ ટેમ્પરરી વીજ જોડાણ મેળવવામાં આવ્યું હતું.

18 જીવો પાછળ ફાયર સેફટીનો અભાવ કારણભૂત

મધરાતે ભરૂચ જિલ્લાની કોરોના કાળમાં હોસ્પિટલની સૌથી મોટી આગ હોનારત અને તેમાં હોમાઈ ગયેલા 18 જીવો પાછળ ફાયર સેફટીનો અભાવ તેમજ હંગામી વીજ જોડાણ પણ એટલા જ કારણભૂત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો