દુર્ઘટના:કેવડિયા ખાતે ST બસમાં આગ, 20 પેસેન્જરોનો આબાદ બચાવ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસમાં રાખેલ ફાયર સેફ્ટી અને પાણીથી આગ પર કાબૂ મેળવ્યો હતો

રાજપીપળાથી નઘાતપોર જતી ST બસમાં કેવડિયા એકતા નગર માં પ્રવેશતા જ SBI બેન્ક પાસે ચાલુ બસમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો, અને આગળના એન્જીનમાં સ્પાર્કિંગ થતા આગ લાગી હતી જેના કારણે ડ્રાઇવર પ્રશાંત તડવી એ રોડની સાઈડ પર બસ ઉભી કરી દીધી હતી, બસની નીચે ઉતરી જોયું ત્યારે બસના એન્જીનના ભાગમાં નીચે તણખા પડતા હોય, ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી પેસેન્જરોને બસમાંથી બહાર નીકળવા કહ્યું હતું, જોત જોતામાં તણખા માંથી આગ ભભૂકી ઉઠી હતી.

બસના ડ્રાઈવર પ્રશાંત તડવી અને કંડકટર જાતે બસ ની આગને ઓલવવા રેતીનો મારો ચલાવ્યો હતો, ત્યાર બાદ બસમાં રાખેલ ફાયર સેફટીથી અને પાણી થી બસમાં લાગેલી આગ પર કાબુ મેળવી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી, રાજપીપળા ST ડેપોમાં જાણ કરી, બસના તમામ પેસેન્જરોને અન્ય બસમાં નઘાતપોર તરફ રવાના કર્યા હતા. આ અંગે ડ્રાઈવર અને કંડકટર સમય સૂચકતા થી મોટી હોનારત થતા રહી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...