તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બિરલા ગ્રાસીમ કંપનીના બ્લીચિંગ પ્લાન્ટમાં આગ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આકરી ગરમીમાં ઓવર હિટિંગથી ઘટના બની
  • વાગરાના વિલાયત જીઆઇડીસીમાં દોડધામ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપની કોસ્ટિક સોડા અને EPOXY નું ઉત્પાદન કરે છે. મંગળવારે બપોરના સમયે બ્લીચિંગ પ્લાન્ટમાં ઉત્પાદન ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. નજીકમાં રહેલા કાચા માલ અને બેરેલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સફેદ ધુમાડાના ગોટેગોટા સાથે ભયાવહ દ્રશ્યો વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી.

કંપનીના પોતાના 2 ફાયર ટેન્ડર સાથે સેફટીની 20 સ્ટાફની ટીમે આગ પર પોણા કલાકમાં કાબુ મેળવી લીધો હતો. ઓવર હિટિંગ અને પ્લાન્ટ પાસે અન્ય કચરો તેમજ પડેલા બેરલોના કારણે આગ લાગી હોવાનું હાલના તબક્કે અનુમાન લગાવ્યું હતું.

ફેકટરી ઇન્સ્પેકટરે જણાવ્યું હતું કે, આકરી ગરમીમાં ઓવર હિટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન હાલ છે જોકે તપાસ બાદ બ્લીચિંગ પ્લાન્ટમાં કઈ રીતે આગ લાગી તેનું કારણ બહાર આવી શકશે.ઔધોગિક ભરૂચ જિલ્લામાં ઉનાળામાં 40 થી 44 ડિગ્રી ગરમી વચ્ચે અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી અને હવે વાગરા ઔધોગિક વિસ્તારમાં ઔદ્યોગિક આગની વધતી ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...