તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિક્ષણ વિભાગે જાન્યુઆરીમાં કોરોના સંક્રમણ ઘટતા જ વિદ્યાર્થીઓના હિતમા શાળાઓ શરૂ કરાવી હતી. જોકે ત્યાર બાદ થયેલા કોરોના વિસ્ફોટમાં છેલ્લા 11 મહિનાથી ઘરમાં જ રહિને સંક્રમણથી બચેલા વિદ્યાર્થીઓ પણ કોરોનાની જપેટમાં આવી ગયા હતા. ભરૂચના વાલિયાના રૂપનગર સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતાં 13 વિધાર્થીઓ પોઝીટીવ આવતાં વિદ્યાલયનુ વહિવટી તંત્ર દોડતું થયું હતું. અગાઉ મંગળવારે 2 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતા. ત્યાર બાદ અન્ય વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરાતા વધુ 13 વિદ્યાર્થીઓ મળીને 15 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. ચિંતાનો વિષય એ છે કે અહી જવાહર નવોદયમાં વિદ્યાર્થીઓ એક સાથે જ રહે છે.
સંક્રમિત વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલની પરીક્ષા અલગથી આપી શકશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની 1 માર્ચથી શરૂ થયેલી પ્રેક્ટિલ એક્ઝામમાં કોરોનાના કારણે સામેલ ન થઇ શકનાર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં ફેરફારની સુવિધા આપી છે. ઉપરાંત પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન સંક્રમિત થયેલા વિદ્યાર્થી માટે થિયર એક્ઝામ પહેલા અલગથી પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરાવા અંગે નોટિફિકેશન જાહેર કર્યુ છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.